Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે.

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. આ ચાર દિવસીય દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

Gujarat Desk

કેરળમાં ધોરણ ૧૦ ના અભ્યાસક્રમમાં ૨૫% નો ઘટાડો કરવામાં આવશે: શિક્ષણ મંત્રી શિવનકુટ્ટી

Gujarat Desk

નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે

Gujarat Desk

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા

Gujarat Desk

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News