Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગરના સે.17માં ટાઉનહોલ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમ “યે ખુશ્બુ હૈ ગુજરાત કી” યોજાયો 

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી હેપ્પી યુથ ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું આયોજન : મહાનાયક અમિતાભ બચ્ચનના લોકપ્રિય ગીતો સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ગુજરાતી ગીતો અને નૃત્યો સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાઇ : મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપવામાં આવી 

(જી.એન.એસ),તા.૨૪

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન દ્વારા ગત તા. 21મી નવેમ્બર, શુક્રવારે રાત્રે 8.30 કલાકે ટાઉન હોલ ખાતે અમિતાભ બચ્ચન ફેન ક્લબ, ગાંધીનગરના સહયોગથી “યે ખુશ્બુ હે ગુજરાત કી” નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ગાંધીનગરના જાણીતા અમિતાભ ફેન સંગીત વિશારદ દિલીપસિંહ બિહોલા અને ટીમ દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચનના લોકપ્રિય ગીતો સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ગુજરાતી ગીતો અને નૃત્યોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે એક ઇનોવેટિવ પ્રયાસ સ્વરૂપે  સ્ટેજ પર સંગીત સાથે ગાંધીનગરમાં પહેલીવાર એક યુવા ચિત્રકાર ધાર્મિક જાની દ્વારા સંગીત સાથે લાઈવ પોટ્રેટ ડ્રોઈંગની અદભૂત  જુગલબંદી  પ્રસ્તુત કરવામાં આવી જેને નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમને ખૂબ મોટી સંખ્યામાં દર્શકોએ માણ્યો હતો.

“યે ખુશ્બુ હે ગુજરાત કી” કાર્યક્રમના અધ્યક્ષ પદે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલ, મુખ્ય અતિથિ પદે ભાજપના ગાંધીનગર મહાનગર અધ્યક્ષ શ્રી આશીષભાઇ દવે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરજા, મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા અને અતિથિ વિશેષ પદે ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ અને ભાવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિરુદ્ધસિંહ બિહોલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગાનની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે “વંદે માતરમ”ના સમૂહ ગાન સાથે કરવામાં આવી હતી. આ પછી સંસ્થાની અત્યાર સુધીની સેવાકીય પ્રવૃતિઓ અને કામગીરી અંગે એક શોર્ટ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ હેપ્પી યુથ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવના રામીએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. પુષ્પગુચ્છના સ્થાને નવતર ચીલો ચાતરતા પ્રકૃતિ જતનનો સંદેશ પાઠવવા ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન “હેપ્પી ચકલી ઘર” અને સ્મૃતિચિહન સાવરૂપે “ચકલી”ના સ્કેચવાળી  ફોટો ફ્રેમ ભેટ આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમા સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ કાર્યક્રમના સુંદર આયોજન માટે સંસ્થાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગાંધીનગરના જાણીતા અમિતાભ ફેન એડ્વોકેટ તથા સંગીત વિશારદ શ્રી દિલીપસિંહ બિહોલાએ મહાનાયક અમિતાભ બચ્ચનના લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ કરીને દર્શકોને ડોલવ્યા હતા. તેમની સાથે જાણીતા ગાયકો અયાઝ શેખ, જયદત્ત અજબાની, ગર્વિષ્ઠા જાદવ, ગીતા બારોટ, સોનલ ગજ્જર વગેરેએ પણ કર્ણપ્રિય પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં શહેરની દીકરીઓએ કોરિયોગ્રાફર રાજકુમારી જાનીના નેજા હેઠળ સુંદર ગરબો અને દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા.  છેક ભાવનગરથી આવેલા જુનિયર અમિતાભ પિનાકીન રાવલે પણ યારાના ફિલ્મના લોકપ્રિય ગીત “સારા જમાના” પર ડાન્સ પ્રસ્તુત કરીને દર્શકોની તાળીઓ મેળવી હતી. સ્વાગત કાર્યક્રમનું સંચાલન ડો.જયશ્રી પંડ્યા અને ઉન્નતિ પ્રિયદર્શીએ કર્યું હતું જ્યારે સંગીતમય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું સંચાલન જાણીતા મિમિક્રી આર્ટિસ્ટ નરેશ વોરાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન હેપ્પી યુથ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ અને ચેરમેન સમીર રામીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. ઠંડીની ઋતુ અને લગ્નસરાની મોસમ હોવા છતાં આ કાર્યક્રમને માણવા આવેલા દર્શકોથી ટાઉનહૉલ ખીચોખીચ ભરાઇ જવા પામ્યો હતો. ટાઉનહોલમાં કાર્યક્રમને માણવા પધારેલા દર્શકોને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપવામાં આવી હતી.

બોક્સ

ગાંધીનગરમાં પહેલીવાર ઓનસ્ટેજ લાઈવ સિંગિંગ સાથે લાઈવ પોટ્રેટની પ્રસ્તુતિ

“યે ખુશ્બુ હે ગુજરાત કી” કાર્યક્રમમાં હેપ્પી યુથ ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો, આ અંતર્ગત ગાંધીનગરમાં પહેલીવાર ઓનસ્ટેજ લાઈવ સિંગિંગ મ્યુઝિક સાથે લાઈવ પોટ્રેટ ડ્રોઈંગ કરવામાં આવ્યું હતું. શહેરના યુવા અને પ્રતિભાશાળી ચિત્રકાર ધાર્મિક જાનીએ સંગીત સાથે તાલ મિલાવતા સ્ટેજ પર “અમિતાભ બચ્ચન”નું પોટ્રેટ દોર્યુ હતું. ઉલ્લેખનીય બાબત તો એ છે કે તેમણે આ પોટ્રેટ ઊંધું દોર્યું હતું એટલે મ્યુઝિક પૂરું થયું ત્યાં સુધી દર્શકોને શું દોરી રહ્યા છે તે પણ સમજાયું નહોતું. જ્યારે સૌના આશ્ચર્ય વચ્ચે પોટ્રેટ પુર્ણ કરીને તેને તેમણે સીધું કર્યુ ત્યારે દર્શકોને ખ્યાલ આવ્યો કે તેમણે અમિતાભ બચ્ચનનું અદભૂત પોટ્રેટ દોર્યું છે, જેને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી ધાર્મિક જાનીની કળાને બિરદાવી હતી.

संबंधित पोस्ट

અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા ‘આક્રમક રીતે’ રદ કરશે : રાજ્ય સચિવ માર્કો રુબિયો

Gujarat Desk

પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં યોજાઈ

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાતે, વાવ એ.પી.એમ.સી.માં ગ્રામ જનો સાથે સંવાદ અને રાત્રી રોકાણ

Gujarat Desk

દિલ્હી બ્લાસ્ટ: ડૉ. શાહીન સાથે જોડાયેલા બ્રેઝાને શોધી કાઢવામાં આવ્યો

Gujarat Desk

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

Regulile de joc pentru sloturi online sunt in general simple ?i u?or de in?eles

Gujarat Desk