Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીધામમાં બે દરોડામાં 43 હજારનો દારૂ ઝડપાયો



(જી.એન.એન) તા.૧૨

ગાંધીધામ,

ગાંધીધામનાં બે અલગ અલગ વિસ્તારમાં પોલીસે બે દરોડા પાડી કુલ ૪૩ હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયા હતો. જેમાં મહેશ્વરીનગરનાં મકાનમાંથી ૫૯ બોટલ અને ભારતનગરનાં મકાનમાંથી ૫૩ બોટલ કબ્જે કરી એક બુટલેગરની ઝડપી લીધો હતો જ્યારે એક નાસી ગયો હતો.  પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતો નિતેશ ઉર્ફે નીતિન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના કબ્જાનાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે મકાન પર દરોડો પાડી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૭ બોટલો જેની કિંમત રૂ. ૨૮,૯૯૫નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર નિતેશ ઉર્ફે નીતિન પોલીસને હાથ આવ્યો ન હતો.તો બીજી બાજુ ગાંધીધામનાં જ ભારતનગરમાં રહેતા રામ ઘનશ્યામભાઈ કોટવાણીનાં રહેણાંક મકાન પર બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૩ બોટલો જેની કિંમત રૂ. ૧૩,૭૫૬નાં મુદ્દામાલ સાથે આરોપી રામ ને ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે બે દરોડામાં વિદેશી દારૂ કબ્જે કરી બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સંવેદના સ્પર્શી નિર્ણય

Gujarat Desk

‘તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી…’, ‘નારાજ’ વિક્રમ ઠાકોર આવ્યા મેદાને

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર; વર્ગ 1,2 અને 3ની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર

Gujarat Desk

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની વિક્રમી ફાળવણી

Gujarat Desk

બીહારના દરભંગામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે 90 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Gujarat Desk