Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી



(જી.એન.એસ) તા.૧૧

નડિયાદ,

ખેડા-નડિયાદ રોડ પર ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું. ખેડા એસઓજીએ એક શખ્સને રૂ.૩૧ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. મામલતદારે ઘટનાસ્થળે પહોંચી સીઝર મેમો આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.  ખેડા-નડિયાદ રોડ પર શાંતિનગર સોસાયટી સામે આવેલા નવકાર ઓટો ગેરેજમાં પાછળના ભાગે અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કામ ચાલતું હોવાની ખેડા એસઓજીને બાતમી મળી હતી.  જેના આધારે એસઓજીએ દરોડો કરતા બનાવસ્થળેથી પાર્થ મહાવીરભાઈ ચોપડા ને ભારત ગેસ કંપનીના રાંધણ ગેસની પાંચ ભરેલી અને એક ખાલી બોટલ, અલગ અલગ કંપનીની પાંચ નાની રાંધણ ગેસની બોટલ, ૯ રેગ્યુલેટર, ૯ પ્રેશલ વાલ્વ, ગેસ ભરવાની નોઝલ સહિત રૂ.૩૧,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેથી પુરવઠા મામલતદાર, ખેડાને સ્થળ પર બોલાવતા મામલતદારે ખરાઈ કરતા પાર્થ ચોપડા અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનો મુદ્દામાલ રાખતા હોવાથી મામલતદાર ખેડાએ મુદ્દામાલ જપ્ત કરી સીઝરમેમો આપ્યો હતો. આ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

પુતિન સાથે શિખર સંમેલન પહેલા ટ્રમ્પ ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓનું સ્વાગત કરશે

Gujarat Desk

કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર મળી રહે તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૩૫-ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત

Gujarat Desk

ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર પર હસ્તાક્ષર કર્યા

Gujarat Desk

BISAG ની વંદે ગુજરાત ચેનલ મારફતે ‘’શાળા સલામતી સપ્તાહ’’ અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને આપત્તિ અંગે સમજ તથા આપત્તિથી બચવા માટેના પ્રયાસો અંગે જાગૃત કરાશે

Gujarat Desk

આજ નું પંચાંગ (25/09/2025)

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk