Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલી બે વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યા છે. પીડીપીયુ રોડ પર આવેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એડમિશન લેનાર બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા બંને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના ચોથા દિવસે ટેસ્ટ કરાયા ત્યારે નેગેટિવ હતો. જ્યારે આઠમા દિવસે કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે હાલ 22 અને 23 વર્ષના બંને વિદેશી વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલો છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2835 લાભાર્થીઓને 54 સેન્ટરો પર રસી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 836652 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 801480 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયો છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (૨૬/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તમામ જિલ્લા તથા વિભાગના સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓની My Gov પોર્ટલ અંગેની બે દિવસીય તાલીમનો પ્રારંભ

Gujarat Desk

આજ નું પંચાંગ (04/06/2025)

Gujarat Desk

શીત યુદ્ધ દરમિયાન રશિયા સામે લડવા માટે અમેરિકાએ બનાવેલા લશ્કરી મથક પર ટ્રમ્પ પુતિનને મળશે

Gujarat Desk

બિહાર કેબિનેટે ‘કન્યા વિવાહ મંડપ યોજના’ને મંજૂરી આપી અને ‘દીદી કી રસોઈ’ યોજના હેઠળ ભોજન ખર્ચમાં ઘટાડો કર્યો

Gujarat Desk

તેલંગાણા પોલીસ સમક્ષ 41 માઓવાદીઓનું આત્મસમર્પણ

Gujarat Desk