Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કોઈપણ વ્યક્તિએ ગોંડલની બેઠક માટે વિચારવાનું નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે: ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા



(જી.એન.એસ) તા. 23

ગોંડલ,

ગુજરાતના ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છ, પાટીદાર સમાજના સગીરને માર મારવાના મામલે રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. 

ત્યારે હવે ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ થઈ છે, તેમને કહ્યું હતું કે, ‘કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.’

વધુમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવે છે એ જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્ત્વોને જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.’

આ બાબતે તેમને જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. 500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.’

संबंधित पोस्ट

રાયગઢ શ્રી એન જી જોશી હાઇસ્કુલ માં સ્કાઉટ ગાઈડ ની રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષા યોજાઈ

Gujarat Desk

દૈનિક રાશિફળ (16/06/2025)

Gujarat Desk

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ

Gujarat Desk

આજ નું પંચાંગ (૩૧/૧૨/૨૦૨૫)

Gujarat Desk

એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF) યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ૩,૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂ. ૩,૯૦૦ કરોડની સહાય મંજૂર

Gujarat Desk

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News