Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે – વિનય તોમર

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જેમાં યુથ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, કોંગ્રેસના મહામંત્રીઓ  વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી,ગુજરાત N.S.U.I ના ઉપપ્રમુખ પાર્થભાઇ દેસાઈ આજે ભાજપમાં જોડાયા હતા. ત્યારે વિનયભાઇ તોમરે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો. અમારા પરિવારની ત્રણ પેઢી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી. આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાળી ભાજપમાં જોડાયો છું. કોંગ્રસમાં જૂથવાદ અને પુત્ર પ્રેમ ચાલી રહ્યો છે. પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે. અત્યારથી જ તેમના પુત્રનું ભવિષ્ય નક્કી કરી રાખ્યુ છે કે કોણ કયાથી ચૂંટણી લડશે અને કોને કયો હોદ્દો મળશે. યુવા કાર્યકરો પાર્ટીથી નારાજ છે.

– રઘુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત

વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું કે, યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પાર્ટીને બદલવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કામ કરવા દેવામાં આવતું નહી તે બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે ભુક્કા કાઠી નાખાવાના છે પરંતું આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળે છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માંને મોટુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતુ હતું. રધુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી.

વિશ્વનાથસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે,  કોંગ્રેસના ઇન્ચાર્જ રધુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય છેવાડાના માનવી માટે કામ કરવાનો પ્રયાસ કર્યો નથી.આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું. પાર્ટીના યુવા કાર્યકરો કે જેમને દેશ માટે અને રાજય માટે કામ  કરવા માંગતા હોય તેવા યુવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટી કોઇ દિશા આપતી જ નથી. કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે. મેમ્બરશીપના બહાને રૂપિયા ઉઘારવી રહી છે તેની સામે અમારો વિરોઘ હતો. આવનાર દિવસમાં પાર્ટીના આગેવાનો જે કામ સોંપશે તેને નિષ્ઠા પુર્વક કરીશું.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

નીતીશ કુમાર બોલ્યા- ‘દરેક સમસ્યાનું થશે સમાધાન; તેજસ્વીએ કહ્યું- બિહારમાં વાતાવરણ સારું છે

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News