Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે DIIની ઈક્વિટી ખરીદી રૂ.૭ લાખ કરોડને પાર…!!

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધી એક મહિનો બાકી હોવા છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII)એ ભારતીય ઇક્વિટી બજારમાં ખરીદીનો રેકોર્ડ સ્તર સ્પર્શ્યો છે. ૨૬ નવેમ્બર સુધીના આંકડા મુજબ DIIએ ઇક્વિટી કેશ માર્કેટમાં કુલ અંદાજીત રૂ.૭,૦૦,૪૭૫.૧૨ કરોડની નેટ ખરીદી કરી છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં કરાયેલી રૂ.૫,૨૭,૪૩૮.૪૫ કરોડની ખરીદીની સરખામણીએ નોંધપાત્ર રીતે ઊંચી છે. મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ અને બેંકો સહિતના સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગે આ વૃદ્ધિને મુખ્ય ટેકો આપ્યો છે. ચાલુ વર્ષે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારે વેચવાલી કરી છે ત્યારે DIIએ બજારના માનસને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી એફઆઈઆઈએ ઇક્વિટી કેશ માર્કેટમાં અંદાજીત રૂ.૨,૬૭,૦૧૭.૫૫ કરોડની નેટ વેચવાલી નોંધાવી છે, જે  ૨૦૨૪ની રૂ.૩,૦૪,૨૧૭.૨૫ કરોડની નેટ વેચવાલીની સરખામણીએ થોડું ઓછું છે, છતાં બજાર પર તેના દબાણને ઓછું કરવા DIIની જોરદાર ખરીદી મદદરૂપ બની છે. રિટેલ રોકાણકારોમાં ઇક્વિટી તરફ વધતી રસને કારણે મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી સર્વોચ્ચ રહી છે અને ફંડ હાઉસો સતત વધતા પ્રવાહના ટેકાથી ઇક્વિટી એક્સપોઝર વધી રહ્યા છે.

ઇક્વિટી અન્ય રોકાણ સાધનોની સરખામણીએ વધુ વળતર આપવાની ધારણાએ રિટેલ રોકાણકારોને બજારમાં વધુ નાણાં ઠાલવવા પ્રોત્સાહિત કર્યા છે, જેના કારણે ઇક્વિટી સ્કીમોમાં સતત મજબૂત ઇન્ફ્લોઝ જોવા મળી રહ્યા છે. DIIની મજબૂત ખરીદી સામે FIIની વેચવાલીનો દબાણ નબળો પડતાં શેરબજારના મુખ્ય ઇન્ડાઈસિસે આ વર્ષ દરમિયાન નોંધપાત્ર તેજી દર્શાવી છે. ગુરુવારે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં ૮૬૦૦૦ પોઈન્ટનું સ્તર પાર કર્યું હતું, જ્યારે નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સે ૨૬૪૯૫ પોઈન્ટની નવી સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી. કુલ મળીને વર્તમાન વર્ષમાં ભારતીય બજારમાં મુખ્ય ઇન્ડાઈસિસે અંદાજીત ૧૦% જેટલુ વળતર આપ્યું છે.

संबंधित पोस्ट

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

આજ નું પંચાંગ (22/10/2025)

Gujarat Desk

રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’ને યુવા-વિદ્યાર્થીઓનો અદભૂત પ્રતિસાદ :નિબંધ, ચિત્ર, ઓનલાઈન ક્વિઝ તેમજ સેમિનારમાં ૧.૧૦ લાખથી વધુ અધિકારીઓ-સ્પર્ધકો સહભાગી

Gujarat Desk

કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના ડેટા અનુસાર, આ વર્ષે 28 જુલાઈ સુધી કાઢી મૂકવામાં આવેલા ભારતીય નાગરિકોનો આંકડો 1,891

Gujarat Desk

રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત પેટે બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Gujarat Desk