Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

પાટણ તાલુકાના કણી ગામે રહેતા હસમુખભાઇ મોહનભાઈ વાઘેલાને મળેલા સરકારી પ્લોટમાં બુધવારે મકાન બનાવવાનું કામ ચાલુ હોઈ તે પ્લોટમાં પરિવારના સભ્યો સાથે જઈ ઉભા કરેલા સિમેન્ટના થાંભલાને કાઢી નાખ્યો હતો. આ બાબતની અદાવત રાખી 15 શખ્સોએ લાકડી, ધારિયું અને લોખંડની પાઇપો લઇ ઉશ્કેરાઈ આવી મારઝૂડ કરી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે કણી ગામમાં રહેતા રમણભાઈ શીવારામભાઈ વણકર તેમના ઘરે હાજર હતા ત્યારે સાત શખ્સોએ આવીને તમે કેમ સિમેન્ટનો થાંભલો કાઢ્યો છે કહીં લોખંડની પાઈપ, ધોકા વડે આડેધડ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે બાલીસણા પોલીસ મથકે સામ સામે 22 સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મકવાણા જીતેન્દ્રભાઈ હરગોવનભાઈ, મકવાણા સાવન ભાઈ રમણભાઈ, મકવાણા હિમાંશુભાઈ રમણભાઈ, મકવાણા રેવાભાઈ શીવાભાઈ, મકવાણા રમણભાઈ શીવાભાઈ, મકવાણા જયેશભાઈ રેવાભાઇ, મકવાણા દિપકભાઈ દેવાભાઈ, મકવાણા પ્રમિતભાઈ દીપકભાઈ, મકવાણા સુરેશભાઈ હરગોવનભાઈ, મકવાણા ડઇબેન હરગોવનભાઈ, મકવાણા દિનાબેન જીતેન્દ્રભાઈ, મકવાણા આરતીબેન સાવન ભાઈ, મકવાણા લતાબેન દીપકભાઈ, મકવાણાની નીરલબેન જીતેન્દ્રભાઈ, જયેશભાઈ રેવાભાઇની પત્ની સામેપક્ષે : નગીનભાઈ, વાઘેલા હસમુખભાઈ, ભાવેશભાઈ હસમુખભાઈ, વાઘેલા જયેશભાઈ હસમુખભાઈ, પ્રિયંકાબેન, વાઘેલા ગીતાબેન હસમુખભાઈ, શાંતાબેન મોહનભાઈ

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત

Gujarat Desk

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

148મી રથયાત્રાના એક દિવસ પૂર્વે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’

Gujarat Desk

ગાઝા યુદ્ધ દરમિયાન ગ્લાસ્ટનબરી ફેસ્ટિવલમાં ‘IDF ને મોત’ ના નારાઓની તપાસ યુકે દ્વારા કરવામાં આવી રહી છે

Gujarat Desk

પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

Gujarat Desk