Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની

૧ થી ૭ જુલાઈ દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓની પસંદગી થઇ

(જી.એન.એસ) તા. ૩૦

ગાંધીનગર,

ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (૧૬ વર્ષ) ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ૧૬મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનાં તાલીમાર્થીઓ છે, નડિયાદ સ્થિત આ એકેડેમી રમતગમતની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જ્વલંત સફળતા અપવવા માટે સતત પ્રયત્નશીલ છે.

ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. અર્પિતા વાઢેર (૧૭ વર્ષ) ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને ફોરમ કાગથરા (૧૭ વર્ષ) અમરેલી જિલ્લાનાં વતની છે.

આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ તાલીમ મેળવી રહી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય વોલીબોલ ખેલાડીઓને ભારતીય ટીમમાં પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

આ પૂર્વે, ચેમ્પિયનશિપ માટે અંતિમ ટીમ નક્કી કરતા પહેલા વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (VFI) દ્વારા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે દેશભરમાંથી ૨૪ આશાસ્પદ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

 ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ થવો, તે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં રાજ્યના વધી રહેલા વર્ચસ્વને રેખાંકિત કરે છે.

એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC) દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં ખંડીય (કોન્ટિનેન્ટલ) ખિતાબ માટે ૧૬ દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૭ની FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં ટોચની ચાર ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.

ભારતીય ટીમ થાઈલેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે જેથી ટોચના ચારમાં સ્થાન મેળવીને ૨૦૨૭ FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકે.

ગુજરાતની ત્રણ ખેલાડીઓની નેશનલ ટીમમાં પસંદગી દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વોલીબોલમાં ગુજરાતનું યોગદાન વધુ રહ્યું છે.

संबंधित पोस्ट

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૧માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપવા અને પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પડતા રાજ્યપાલશ્રી

Gujarat Desk

આજનું રાશિફળ (06/10/2025)

Gujarat Desk

આજ નું પંચાંગ (23/11/2025)

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક

Gujarat Desk

ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk