Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે



મુખ્યમંત્રીશ્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ પણ કરશે

(જી.એન.એસ) તા. 7

નર્મદા,

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પરિક્રમાર્થીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

संबंधित पोस्ट

દિલ્હી કેબિનેટે હોળી અને દિવાળી પર મફત LPG સિલિન્ડર આપવાની યોજનાને મંજૂરી આપી

Gujarat Desk

ભારતીય વાયુસેનાએ કિડની અને કોર્નિયાને બેંગલુરુથી દિલ્હી એરલિફ્ટ કર્યા; બહુવિધ અંગ દાન દ્વારા 5 લોકોના જીવ બચાવ્યા

Gujarat Desk

જન્માષ્ટમી પહેલા સુરક્ષા એલર્ટ વચ્ચે યુપીના ફતેહપુર જિલ્લા વહીવટીતંત્રે વિવાદિત સમાધિ નજીક કડક પ્રતિબંધક આદેશો લાગુ કર્યા

Gujarat Desk

અમદાવાદ: અમદાવાદની હવા ઝેરી બની! આ વિસ્તારમાં તો દિલ્હી કરતા પણ બત્તર હાલત

Admin

ટ્રમ્પના પરમાણુ પ્રણાલી પરીક્ષણોમાં વિસ્ફોટનો સમાવેશ થશે નહીં: યુએસ ઉર્જા સચિવની સ્પષ્ટતા

Gujarat Desk

ભારતીય સેના BEL પાસેથી ‘અનંત શાસ્ત્ર’ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદશે, 30,000 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડશે

Gujarat Desk