Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વર્ષાવી ખેડૂતો ને ખુશ કર્યા

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લોલ થતાં હરખની હેલી.. ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદએ વિરામ લીધેલ હતો. અને વિરામ બાદ આજે અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળેલ. અને બપોરના સમયે એક વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કરેલ અને સમી સાંજ સુધીમાં ઊના અને ગીરગઢડા પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. કેસરીયા, સીમાસી, સામતેર, કાણકબરડા, રામેશ્વર, પસવાળા, ગાંગડા, ખત્રીવાળ, જરગલી, વરશીંગપુર, ખાપટ સહીતના ગામોમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દેલવાડા, સનખડા સહીતના આજુબાજુના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડે હતો. ઊના દોંઢ ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર તેમજ ટાવર ચોક નજીક બજારમાં રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ગરમીના ઉકળાટથી ઠંડક પ્રસરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ભરાતા કિચડનું સામ્રાજ્ય ફેલાયેલ હતું. વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળે છે.. બોક્ષ્ – દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો… ગીર જંગલના ઉપરવારસમાં ભારે વરસાદના કારણે દ્રોણેશ્વર મારૂતિ ધામ પાસે આવેલ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ધરતિપુત્રોમાં હરખની હેલી જોવા મળતી હતી.. બોક્ષ્ – વાવણી બાદ કાચુ સોનુ વરસ્યું… નાઘેર પંથકમાં દશ દિવસ પહેલા વાવણી માટે કાચુ સોનુ વરસ્યુ હોય તેમ ધરતિપુત્રો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો

Gujarat Desk

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળોને ધ્યાનમાં રાખીને ઠાકોરજીના દર્શનનના સમયમાં ફેરફાર

Gujarat Desk

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું

Gujarat Desk

અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ

Gujarat Desk

બાળકોમાં ખાંડના સેવનનું નિરીક્ષણ અને ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે

Gujarat Desk

ભારતીય સિક્યુરિટીઝમાં FPIsનું હોલ્ડિંગ વધીને ૧૪ મહિનાની ટોચે…!!

Gujarat Desk