Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માત; ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરૂણ મોત

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પરના ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા એક 15 વર્ષીય સગીર યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો સ્કૂટર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્કૂટર પરનો કાબૂ ગુમાવતાં તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આ દર્દનાક દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર 15 વર્ષીય સગીર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે, સ્કૂટર પર સવાર અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રિવરફ્રન્ટ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

संबंधित पोस्ट

ઠંડીનાં કારણે રૃમમાં રાખેલી સગડીના ધૂમાડાથી ગુંગણામણથી વૃધ્ધનું મોત થયું

Gujarat Desk

આજનું રાશિફળ (03/07/2025)

Gujarat Desk

સંરક્ષણ મંત્રાલયે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવા માટે લગભગ ₹2,000 કરોડની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ મિકેનિઝમ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા

Gujarat Desk

હવામાન વિભાગ દ્વારા 5 થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી 

Gujarat Desk

શીત યુદ્ધ દરમિયાન રશિયા સામે લડવા માટે અમેરિકાએ બનાવેલા લશ્કરી મથક પર ટ્રમ્પ પુતિનને મળશે

Gujarat Desk

આજે રાજસ્થાનમાં પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાડ્રાની રિંગ સેરેમની, રાહુલ અને સોનિયા ગાંધી પ્રસંગમાં હાજરી આપશે

Gujarat Desk