Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

અમદાવાદમાં એસપી રિંગ રોડ પર બની રહેલો નિર્માણાધીન ઓવરબ્રિજ મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો.  બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે કોઇ જાનહાનિ થઇ નહતી.

બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.  ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.

ઔડા દ્વારા રણજીત બિલ્ડકોનને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. આજે ઔડાની ટીમ પણ ધરાશાઇ થયેલા બ્રિજની મુલાકાત લેશે.

संबंधित पोस्ट

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

અમદાવાદમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ, વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે: AMC સ્ટેન્ડિંગ ચેરમેન

Gujarat Desk

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઇ:- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!

Gujarat Desk

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

ગલ્ફ પરની નિર્ભરતા ઘટાડવા ભારતની અમેરિકા સાથે LPG ડીલ…!!

Gujarat Desk