Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

અભિષેક ઐશ્વર્યાને લઈ ગયો રોમેન્ટિક ડેટ પર… પણ લેવાના દેવા થઈ ગયા…

અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની જોડી સૌથી સુંદર કપલમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર, ઐશ્વર્યા અને અભિષેકને એકબીજા માટે પ્રેમનો અહેસાસ થયો હતો અને બંનેએ નક્કી કર્યું કે તેઓ કાયમ એકબીજા સાથે રહેશે. એક રિપોર્ટ અનુસાર અભિષેકે કહ્યું હતું કે જ્યારે તે તેની પહેલી એનિવર્સરી માટે માલદીવ ગયો હતો ત્યારે તેમની ડેટ રોમેન્ટિક થવાને બદલે આપત્તિમાં ફેરવાઈ ગઈ હતી.

ડેટ થઈ ગઈ ખરાબ
તે ડેટ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે પવનને કારણે મીણબત્તીઓ ઓલવાઈ રહી હતી, જમવામાં રેતી મીક્સ થઈ ગઈ. જેના કારણે તેની ડેટ ખરાબ થઈ ગઈ હતી. જેથી હવે અભિષેક અન્ય લોકોને આવુ કરવાની ના પાડે છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું હતું કે તે અને ઐશ્વર્યા લાંબા સમયથી મિત્રો હતાં. અભિષેકે જણાવ્યું કે તેણે ઐશ્વર્યા સાથે પહેલી ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ કરી હતી અને તે અભિષેકની બીજી ફિલ્મ હતી.

‘ઐશ્વર્યા રોમેન્ટિક છે’
પત્ની ઐશ્વર્યા રાય વિશે વાત કરતાં અભિષેક કહે છે કે મને લાગે છે કે મારી પત્ની વિશે સૌથી રોમેન્ટિક અને સૌથી સારી બાબત એ છે કે હું તેની સાથે કલાકો સુધી શૂટિંગ કરી શકું છું. અમે તમામ પ્રકારની બુલશીટ વિશે વાત કરી શકીએ છીએ અને કલાકો સુધી ઊંડાણપૂર્વક વાતચીત પણ કરી શકીએ છીએ. અમે ખરેખર આખી રાત ફક્ત વાતોમાં જ વિતાવીએ છીએ. તે ઘણી રોમેન્ટિક છે.

લગ્નના ત્રણ વર્ષ બાદ ઐશ્વર્યા-અભિષેક માતા-પિતા બન્યા હતા
અભિષેકે  જણાવ્યું કે અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમારી વચ્ચે કંઈક હતું એટલે જ કદાચ આજે અમે એક છીએ. જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી એટલે કે 16 નવેમ્બર 2010ના રોજ બંને એક દીકરીના માતા-પિતા બન્યા હતાં.

संबंधित पोस्ट

Mirzapur 3: આ વખતે ‘ગુડ્ડુ ભૈયા’ મેદાનમાં ઉતરશે? અલી ફઝલ આ શ્રેણી માટે કુસ્તીની તાલીમ લઈ રહ્યો છે….

Karnavati 24 News

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તારીખને લઈને મૂંઝવણનો અંત, આ નજીકના વ્યક્તિએ જણાવ્યું ચોક્કસ તારીખ

Karnavati 24 News

મોનાલિસા: મોનાલિસા સાડીમાં બોલ્ડનેસ બતાવે છે, તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ઘાયલ કરે છે

बॉलीवुड अदाकारा ने शेयर की अपने करवा चौथ की तस्वीरें

Admin

Choked Movie Review: कैसी रही नोटबंदी पर अनुराग कश्यप की सिनेमाई टिप्पणी, पढ़ें पूरा रिव्यू

Admin

અરબાઝ ખાન સાથે છૂટાછેડા પહેલા જ શરૂ થઈ હતી મલાઈકા અરોરા-અર્જુન કપૂરની લવસ્ટોરી, આ રીતે થયો હતો પ્રેમનો ખુલાસો

Karnavati 24 News