Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી પાસે એક મકાન ના સંતાડેલ વિદેશી શરાબ નો જથ્થો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેના બંધ મકાન માંથી ભારતીય બનાવટ ના વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ચલાવતા તત્વો જાણે કે સુધરવાનું નામ જ લેતા હોય તેમ એક બાદ એક પોલીસ વિભાગો દ્વારા પાડવામાં આવતા દરોડા માં લાખોની કિંમત નો શરાબ નો જથ્થો ઝડપાઇ રહ્યો છે,તે જ પ્રકારની વધુ એક સફળ રેડ અંકલેશ્વર ખાતે ભરૂચ ક્રાઇમ બ્રાંચે કરી છે, અંકલેશ્વર ખાતે ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા

દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી નજીક ની સાંઈલોક રેશિડેન્સી ના એક મકાનમાં દરવાજો લોક મારી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના અલગ અલગ બ્રાન્ડ ના ૧૦૫૬ નંગ બોટલ મળી કુલ ૧,૦૫,૬૦૦ ના મુદ્દામાલ ને ઝડપી પાડ્યો હતો,

ક્રાઇમ બ્રાંચ ની તપાસ માં જાણવા મળ્યું હતું કે આ શરાબનો જથ્થો અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તાર માં રહેતા શાહરૂખ નજીર પઠાણ નામ ના ઇસમનો હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાંચે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે,

संबंधित पोस्ट

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

Admin

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

Karnavati 24 News

અમરેલી આદિત્ય એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને  મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ

सितंबर में अंतिम वर्ष की परीक्षाओं को लेकर यूजीसी ने सुप्रीम कोर्ट में दाखिल किया हलफनामा, कही यह बात

Admin

ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી