Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

શાહરૂખ ખાન ના દેશના છો, તમારી પર વિશ્વાસ છે, પૈસા વગર થઇ ગયુ મહિલાનું કામ

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને કોણ નથી ઓળખતુ. દેશ વિદેશમાં કિંગ ખાનના કરોડો ફેન્સ છે. જે તેમની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ ચર્ચામાં છે, જેને વિશ્વભરમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

ટ્વીટમાં એક મહિલાએ જણાવ્યુ કે કેવી રીતે શાહરૂખના એક ફેન્સે વિદેશમાં તેમની મદદ કરી છે. મહિલાનું નામ અશ્વિની પાંડે છે, જેના ટ્વિટર બાયો અનુસાર તે અશોકા યૂનિવર્સિટીમાં ઇકોનોમિક્સની પ્રોફેસર છે.

પ્રોફેસર અશ્વિની દેશપાંડે ઇજિપ્તમાં એક ટ્રાવેલ એજન્ટ સાથે થયેલા ઇન્ટરએક્શનનો ઉલ્લેખ કરતા ટ્વિટર પર લખ્યુ- ‘ઇજિપ્તમાં એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા પરંતુ પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવતી હતી, ત્યારે એજન્ટે કહ્યુ કે તમે શાહરૂખ ખાનના દેશના છો. મને તમારી પર વિશ્વાસ છે. હું બુકિંગ કરી દઉઁ છું, તમે મને પછી પેમેન્ટ કરી દેજો. જોકે, કોઇ અન્ય કેસમાં હું આવુ નથી કરતો પરંતુ શાહરૂખ ખાન માટે કઇ પણ! શાહરૂખ ખાન કિંગ છે.’

અશ્વિની દેશપાંડેના આ ટ્વીટ પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. ટ્વિટર પર શાહરૂખ ખાનના નામથી બનેલા કેટલાક ફેન પેજે પણ આ ટ્વીટને શેર કર્યુ છે.

મહત્વપૂર્ણ છે કે ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રાહ જોઇ રહ્યા છે. જોકે, કોરોના સંકટને કારણે આ ફિલ્મના શૂટિંગમાં ઘણી તકલીફ પડી રહી છે.

संबंधित पोस्ट

ઉર્ફી જાવેદે બિગ બોસ 16 પર ગુસ્સો કાઢ્યો, ફેશન દિવા શહનાઝ ગિલ અને કાશ્મીરા શાહ પર ગુસ્સે થઈ; કહ્યું- ‘રોકો’

બર્થડે સ્પેશિયલઃ નમ્રતા શિરોડકર આ રીતે મળી મહેશ બાબુને, જાણો સાઉથ સુપરસ્ટારની લવ સ્ટોરી વિશે

Karnavati 24 News

સોનમ કપૂરે તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. જે બાદ સોનમ અને આનંદ આહુજા પેરેન્ટ્સ બની ગયા છે. સોનમે માર્ચમાં સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની તસવીરો શેર કરી હતી, જે બાદ અભિનેત્રીએ 20 ઓગસ્ટે પ

Karnavati 24 News

તેજસ્વી પ્રકાશે પહેરી આવી સાડી, કરણ કુન્દ્રા પણ દિલ દઈ બેઠા, કરી આવી કમેન્ટ

Karnavati 24 News

કોમેડિયન સુનીલ ગ્રોવરના ચાહકો માટે સારા સમાચાર, હાર્ટ સર્જરી બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ

Karnavati 24 News

તેજસ્વી પ્રકાશ હાઉસ: ન તો દિલ્હી… ન મુંબઈ… ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશે BF કરણ કુન્દ્રા સાથે રહેવા માટે આ શહેરમાં નવું ઘર ખરીદ્યું