Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભિલાડમાં 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને પોલીસે કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો



વાપી પોલીસને 21 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં મળી સફળતા

(જી.એન.એસ) તા. 18

વાપી,

વર્ષ 2004 માં વાપીના ભીલાડમાં ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં ફરાર થઈ ગયેલ એક આરોપીને ઉત્તર પ્રદેશના કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુવેશમાં ઝડપી લીધો હતો.

વર્ષ 2004માં વાપીમાં આવેલ ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી.

ત્યારે હવે 21 વર્ષ બાદ  ભિલાડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભરત મેણશીભાઇને મળેલી એક બાતમીના આધારે પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.જ્યાં પોલીસે સાધુવેશ ધારણ કરી રહેતા આરોપી આનંદ તિવારીને પકડી પાડયો હતો. આરોપી ફરાર થયા બાદ આશ્રમમાં પહોંચી સાધુ વેશ ધારણ કરી શ્રી શ્રી 108 સ્વામી અનંતનાથના નામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ભિલાડ લવાયો હતો.

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (૨૦/૧૨/૨૦૨૫)

Gujarat Desk

BMC ચૂંટણી 2026: કોંગ્રેસે 87 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Gujarat Desk

ખેડા બસ સ્ટેશન પાસે રાઇસ મિલમાં ભયાનક આગ લાગવાની ઘટના

Gujarat Desk

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Gujarat Desk

આસામમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપ, ગુવાહાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Gujarat Desk

આજ નું પંચાંગ (28/09/2025)

Gujarat Desk