Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણમાં ખેતીની જમીન પચાવી પાડી વેચાણ કરી દેતાં બે શખ્સો સામે ફરિયાદ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે સીમમાં આવેલી વડીલો પાર્જિત ખેતીની જમીન ગામના જ એક શખ્સે પચાવી પાડી બીજા એક શખ્સને વેચાણથી આપી ગેરકાયદેસર કબજો કરી દેતા બંને શખ્સો સામે વાગડોદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભીલવણ ગામની સીમમાં હમીદભાઈ સુલેમાનભાઈ મુમનના પિતાની વડીલો પાર્જિત કબજા ભોગવટાની ખેતીની જમીન આવેલી છે.

તેમના ગામના અબ્દુલ રસુલ માઢીયા હમીદભાઈ મુમનના પર દાદા મુમનવલી લાલજી ખોરજિયાના સીધી લીટીના વારસદાર નથી તેમ છતાં તેમની જમીનમાં વહેચણીની ખોટી નોંધ પડાવી તે નોંધ આધારે તેમના વારસદાર વાહીદ અબ્દુલ રસુલ માઢીયાએ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી તે જમીન તેમના ગામના જ ઈમ્તિયાઝ આમીન ઓરડીયાને વેચાણથી આપી બંને શખ્સોએ એકબીજાનું મેળાપણું કરી હમીદભાઈ સુલેમાનભાઈની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોવાથી અને હાલમાં આ જમીન ઉપર ઈમ્તિયાઝ આમીન ઓરડીયાનો કબજો ભોગવટો હોવાથી આ અંગેની વાગડોદ પોલીસ મથકે હમીદભાઈએ બંને શખ્સો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 3,4(3),5(a),5(c) મુજબ ફરિયાદ નોંધાવી હતી જે તપાસ સિદ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યાને સોંપવામાં આવી હતી.

संबंधित पोस्ट

लापता युवती का शव दो घंटे बाद बगीचे में मिला, जांच में जुटी पुलिस

Admin

મોરબીના શક્તિ ચેમ્બરની અનેક દુકાનોમાં ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ

Admin

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Karnavati 24 News

અમદાવાદ: ખાલીસ્તાની વોઇસ ક્લીપ મામલે મુંબઈના વ્યક્તિનું નામ આવ્યું સામે, અગાઉ MPથી બે પકડાયા હતા

Karnavati 24 News

दिल्ली: स्नेचिंग के एक और मामले ने लिया हिंसक रूप, अपराधी फरार

Admin

आगरा : अग्निवीर भर्ती के लिए आए युवक के फेक एनकाउंटर में फंसी आगरा पुलिस,FIR दर्ज़

Karnavati 24 News