Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

‘દહીં શાક કઢી’ ક્યારે પણ બનાવી છે ઘરે? જો ‘ના’ તો આજે જ ટ્રાય કરો

આજે અમે તમને એક નવા પ્રકારની રેસિપી બનાવતા શિખવાડીશું જેનું નામ છે દહીં શાકની કઢી. બહુ ઓછા લોકો જાણે છે કે આ કઢી કૃષ્ણ ભગવાનના 56 ભોગોમાંથી એક છે. કહેવાય છે કે આ કઢી કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે. આ કઢી તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ કઢી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો દહીં શાક કઢી.

સામગ્રી

800 ગ્રામ દહીં

200 ગ્રામ નમકીન સિંગ

3 થી 4 કટ કરેલી ડુંગળી

5 ચમચી તેલ

લાલ મરચુ

હળદર

મીઠું

કોથમીર

જીરું

હિંગ

તમાલ પત્ર

તજ

લવિંગ

અજમો

મીઠો લીમડો

બનાવવાની રીત

 

    • દહીં શાક કઢી બનાવવા માટે સૌ પ્રથમ નમકીન મગફળીમાંથી ફોતરા કાઢી લો.
    • ત્યારબાદ આ સિંગમાં જીરું, તજ, લવિંગ, અજમો, લીલા મરચા, તમાલ પત્ર નાંખીને ધીમા ગેસે થવા દો.
    • હવે આ શેકેલા મસાલાને ખલમાં કુટીને પાવડર બનાવી લો.
    • ત્યારબાદ મગફળીને પણ ક્રશ કરી લો. ખાસ ધ્યાન એ રાખો કે આનો પાવડર ના બની જાય.
    • પછી એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં મીઠો લીમડો નાંખો.
    • ત્યારબાદ આ તેલમાં જીરું અને હિંગ નાંખો.
    • હવે આ તેલમાં ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.
    • પછી મીઠું નાંખો અને મિક્સ કરી લો.
    • મીઠું નાખ્યા પછી લાલ મરચુ, હળદર, ગરમ મસાલો નાંખો અને બરાબર મિક્સ કરી લો.
    • હવે આમાં જરૂર મુજબ ખાંડ નાંખો.
    • ત્યારબાદ ઉપર તૈયાર કરેલો મસાલો નાંખો.
    • હવે આ મિશ્રણમાં દહીં નાંખો અને બરાબર મિક્સ કરી લો.
    • તો તૈયાર છે દહીં શાક કઢી.
    • હવે કોથમીર નાંખીને સર્વ કરો.
    • આ કઢી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે.
    • આ કઢી તમારા ઘરે કોઇ મહેમાન આવવાનું છે અને તમે બનાવો છો અને મહેમાનને પીરસો છો તો મહેમાન ખુશ-ખુશ થઇ જશે.
    • આ કઢી તમે પણ મોડુ કર્યા વગર આજે જ ઘરે બનાવો અને સ્વાદ માણો.

संबंधित पोस्ट

શું તમે ડિયોડ્રેંટ લગાવવાના શોખીન છો, તો જરૂરથી જાણો આ જરૂરી વાત….

Karnavati 24 News

ચોકલેટ કેક રેસીપી: આ ચોકલેટ કેક તમારા મોઢામાં પાણી આવી જશે, રેસીપી બનાવવી સરળ છે

Karnavati 24 News

घर में धन की प्राप्ति के लिए इन वास्तु उपायों को जरूर अपनाएं

Admin

જો તમારા ઘરના અલમારી પર અરીસો છે, તો જાણો તેના દોષ.

Karnavati 24 News

વર્ષ 2021માં આ દેશી સુપરફૂડ વિદેશમાં પણ ઉપલબ્ધ હતું, જાણો તેના ફાયદા

Karnavati 24 News

4 ઓગસ્ટે આ તારીખોમાં જન્મેલા લોકોને મળશે ભાગ્ય સાથ, વાંચો દૈનિક અંકરાશિ

Karnavati 24 News