Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

ગીર ગઢડા તાલુકાના સીમાસીમાં મારામારીનો બનાવ બન્યો હતો. અને મામલો પોલીસ મથકે પહોંચતા તપાસ હાથ ધરાઈ હતી. ઊના પંથકના સીમાસી ગામે રહેતા સુલ્તાન યુસુફ સમા, ઇરફાન ઉર્ફે ચાકુ ઇસુબ સમા, અકરમ અલી દલ, હિરોજ જીણા દલ, સદામ હુશેન દલ, સલીમ જુસબ જુણેજા, સલીમ મુરાદ દલ, અનીશ રહીમ જુણેજા, આરીફ રહીમ જુણેજા, રૂસ્તમ રહીમ જુણેજા, સુલ્તાન આમન દલ સહીતના તમામ શખ્સોએ એકમંડળ રચી રહીમભાઇ ઉર્ફે બીડી વલીભાઇ વાકોટ અગાઉ ત્રણ વર્ષ પહેલા કુંટુબી સામે ફરીયાદ થયેલ હોય તેનું મનદુઃખ રાખી સુલ્તાનએ તુ મારા સામુ ડોળા શું કામ કાઢે છે તેમ કહી રહીમભાઇનો કાઠલો પકડી લીધેલ ત્યારે આ શખ્સો આવી લાકડી વડે શરીરે આડેધર ઢોરમાર મારતા તેમના ભાઇ અબાસભાઇ તેમજ સબીરભાઇ વચ્ચે પડી છોડાવવા જતાં તેમને પણ લાકડાના ધોકા વડે મારમારી ત્રણેય યુવાનો ઇજા થતાં લોહીલોહાણ હાલતમાં ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર કર્યા બાદ જુનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ છે. આ બાબતે રહીમભાઇ ઉર્ફે બીડી વલી વાકોટે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. જ્યારે સામે પક્ષે સીમાસી ગામે રહેતા રહીમ ઉર્ફે બીડી વલી વાકોટ, અબ્બાસ વલી વાકોટ, નજીર આદમ વાકોટ તેમજ હુશેન દાઉદ વાકોટના સગાઓએ અકરમ અલી દલ સામે અગાઉ ફરીયાદ કરેલ હોય તેનુ મનદુઃખ ચાલતુ હોય જેના કારણે આ શખ્સોએ સુહાનાબેનને ગાળો આપી ઝાપટ મારી દીધેલ અને લોખંડના પાઇપ વડે પગ, હાથમાં થા મારેલ અને સોડા બાટલીના છુટા ઘા કરતા સાહેદ રોશનબેન તેમજ ઇરફાનભાઇને ગંભીર ઇજા પહોંચતા ઇમરજન્સી ૧૦૮માં તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્યકક્ષાનો ઉજવણી સમારોહ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે

Gujarat Desk

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે 7 વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો

Gujarat Desk

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી

Gujarat Desk

અમેરિકાએ વિદેશી પર્યટન સ્થળ માટે ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરી; હિંસા અને વિરોધની ચેતવણી

Gujarat Desk

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ ૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ

Gujarat Desk