Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

હવે IT રિટર્ન ભરવા માટે નહીં ચૂકવવો પડે કોઇ ચાર્જ, આ સ્ટેપ્સથી ઘરેથી જ સરળતાપૂર્વક રિટર્ન ભરો

ભારતમાં દર વર્ષે આવકવેરો ભરવો પડે છે. જો કે અનેક લોકોને ઑનલાઇન IT રિટર્ન ભરવાનું કામ વધુ પડકારજનક લાગે છે જેને કારણે તેઓ દર વર્ષે કોઇ એજન્ટ મારફતે આઇટી રિટર્ન ભરે છે. જો કે તેના બદલામાં એજન્ટ સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. કેટલાક એજન્ટ્સ તો ટેક્સ ભરવા માટે હજાર થી બે હજાર રૂપિયા પણ લે છે. શું તમે પણ હવે કોઇપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર ટેક્સ ભરવા માંગો છો? તો આજે અમે આપને જાતે જ IT રિટર્ન ભરવાની રીત જણાવીશું. જેનાથી પૈસાની સાથે સાથે તમારા સમયની પણ બચત થશે. ઑનલાઇન ટેક્સ ભરવા માટે આવકવેરા વિભાગ દ્વારા કેટલાક સ્ટેપ્સ અંગે કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. તમે પણ આ સ્ટેપ્સ ફોલો કરીને સરળતાપૂર્વક ઇનકમટેક્સ ઓનલાઇન ફાઇલ કરી શકો છો.

– સૌ પ્રથમ તમારે ઇનકમટેક્સની વેબસાઇટ www.incometaxindiafiling.gov.in પર જવાનું રહેશે.

– હવે અહીં તમારા PAN નંબરથી લોગ ઇન કરો.

– હવે ડાઉનલોડ્સ પર જઇને સંબંધિત વર્ષ હેઠળ ITR-1 રિટર્ન પ્રિપેરેશન સોફ્ટવેર પર ક્લિક કરો. તે એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

– હવે એક્સેલ શીટ ખોલો અને ફોર્મ-16 સંબંધિત વિગતો ભરો.

– એકવાર વિગતો ઉમેર્યા બાદ દરેક વિગતોની સંપૂર્ણપણે ખરાઇ કરો અને તેને સેવ કરો.

– હવે ‘સબમિટ રિટર્ન’ પર જાઓ અને સેવ કરેલી એક્સેલ શીટ અપલોડ કરવાની રહેશે.

– હવે તમારે તમારા ડિજીટલ હસ્તાક્ષર અપલોડ કરવાના રહેશે અને તમે આ સ્ટેપને સ્કિપ પણ કરી શકો છો.

– હવે તમે Successful e-filing Submissionsનો મેસેજ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

– હવે ITR ફોર્મ તમારા ઇમેલ આઇડી પર મોકલી દેવામાં આવશે.

તમે આ રીતે ITR વેરિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

– સૌથી પહેલા ઇનકમ ટેક્સ ઇન્ડિયાની વેબસાઇટ પર લોગ ઇન કરવાનું રહેશે. –

ત્યારબાદ ‘View Returns/ Forms’ પર જઇને તમારું ઇ-ફાઇલ આઇટીઆર જોઇ પણ શકો છો.

संबंधित पोस्ट

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

Karnavati 24 News

ઇંધણની અછતને પહોંચી વળવા યુએસઓનું આયોજનઃ ખાનગી પેટ્રોલ પંપોએ પણ સ્ટોક જાળવવો પડશે, નિયમોનું પાલન નહીં થાય તો સરકાર લાયસન્સ રદ કરશે

Karnavati 24 News

વિશ્વની પ્રથમ સોલર કારઃ જાન્યુઆરીમાં ચાર્જ કરો અને જુલાઈ સુધી ચલાવો, આ કાર સૂર્યથી ચાલતી રહેશે

Karnavati 24 News

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

દેશની ફોરેન કરન્સી રિઝર્વમાં ત્રણ સપ્તાહના ઘટાડા બાદ ફરી વધારો

Karnavati 24 News

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અદાણી વિલ્મરનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો

Karnavati 24 News