Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત જિલ્લા એસ.ઑ.જી.ની ટીમે કામરેજથી 50 હજારના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ

બારડોલી : સુરત જિલ્લા SOGની ટીમે કામરેજ ચાર રસ્તા નજીકથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 50 હજાર રૂપિયાથી વધુની કિંમતના ગાંજો કબ્જે લઈ ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે મંગળવારના રોજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતાં રોડ પર એક દુકાન પાસેથી કાળા રંગના રેક્ઝિનની બેગ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તેનું નામ અમદાવાદના સરખેજનો અખ્તર હુસેન સૈયદ્દીન રંગરેજ હોવાનું જણાવ્યુ હતું. બેગમાં ચેક કરતાં અંદરથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે શખ્સ પાસેથી 5.044 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂ. 50 હજાર 440 રૂપિયા છે.પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન રૂ. 500, રોકડા રૂ, 1300 મળી કુલ 52 હજાર 240 રૂપિયાની સામાન કબ્જે કર્યો હતો. પોલીસે અખ્તર હુસેનની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યુ હતું કે તે ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને અમદાવાદથી તે ગાંજો લેવા માટે આવ્યો હતો. તેને અજય નામનો ઈસમ આ ગાંજો વેચાણથી આપી ગયો હતો. અને મહેસાણા ના રફીક ધોબી તેમજ મોઈન બાપુએ આ જથ્થો મંગાવ્યો હતો. પોલીસે અજય, રફીક ધોબી અને મોઈન બાપુને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

મેઘરજ બેદી બ્લાસ્ટ : પતિએ કમરમાં ડિટોનેટર બેલ્ટ બાંધી પત્નિને ઉડાવી દીધી, પતિનું પણ મોત

Karnavati 24 News

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News