Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભા ની ચૂંટણીઓમાં દારૂ ની રેલમછેલ થાય તે પહેલાં જ દારૂ પકડાઈ ગઈ

મેઘરજ પોલીસ સ્ટેશનના તુંબલીયા ગામની સીમમાં મહીન્દ્દા બોલેરોમાંથી વિદેશી દારૂની આખી પેટી નંગઃ ૨૦ કુલ બોટલો નંગ-૭૯૨ કિ.રૂ.૧,૦૬,૮૦૦/- તથા મહીન્દ્દા બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- વિગેરે મળી કુલ રૂ.૬,૦૬,૮૦૦/- નો મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી- લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી.પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા , ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત, અરવલ્લી નાઓએ આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી. જે આધારે કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. મોડાસા નાઓ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી/ વેચાણ કરતા ઇસમોની જરૂરી ર્વાચ / નાકાબંધી રાખી અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં તુંબલીયા ગામની સીમમાં કાલીયાકુવા થી સારંગપુર તરફ જતા રોડ ઉપર કાલીયા કુવાથી આવતા વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો ગાડી નંબર GJ 23 X 8578 નાનીમાં તેનો ચાલક રાજસ્થાનથી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ ભરી લઇ રાજસ્થાન કાલીયાકુવા બોર્ડર થઇ તુબંલીયા થઇ સારંગપુર થઇ ગુજરાતમાં આગળ જનાર છે. તેવી માહીતી આધારે તુબલીયા ગામની સીમમાં રોડ ઉભા રહી ઉપરોકત બાતમી હકીકતવાળી સફેદ કલરની મહીન્દ્રા બોલેરો ગાડી નંબર GJ 23 X 8578નાની આવતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની આખી પેટી નંગ-૨૦ જેમાં બોટલ નંગ-૭૯૨ જેની કુલ કિં.રૂ.૧,૦૬,૮૦૦/- તથા મહિન્દ્દા બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- વિગેરે મળી કુલ રૂ.૬,૦૬,૮/-નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ અને જે સબંધે મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે અને આગળની તપાસ મેઘરજ પોલીસ નાઓ કરી રહેલ છે.

संबंधित पोस्ट

જામનગર કોંગ્રેસનો ગઢ, ભાજપ માટે કપરા ચઢાણ છતાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

Admin

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News

BJP lawmaker T Raja Singh arrested over derogatory comments against Prophet

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા ચૂંટાયા

Karnavati 24 News

પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે થશે પ્રચાર પડઘમ શાંત

Admin