Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરુ થઈ રહ્યું છે. જેમાં ઈવીએમ ખોટકાયા હોવાની પણ ફરીયાદો મળી રહી છે. કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરીયાદો મળી રહી છે તો કેટલીક જગ્યાએ અંધારામાં ઈવીએમ રખાયા હોવાની પણ ફરીયાદો મળી રહી છે. ઈવીએમ ખોટકાતા મતદાન માટે આવેલા મતદારોએ પણ ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જેથી મતદાનના દિવસે તેમને હાલાકી પડી હતી. જો કે, કેટલીક જગ્યાએ ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે તો ક્યાંક ઈવીએમ મશીન બદલાઈ ગયા છે.

વાપીમાં ખામી 
વાપીના બૂથ નંબર 193 પર ગુજરાતમાં પ્રથમ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ મળી હતી. મુકપોલ દરમિયાન ઈવીએમમાં ​​ખામી હોવાની જાણ થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારીની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ઈવીએમ બદલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વાસદા તાલુકાના ઉનાઈમાં EVMમાં ખામી
ઉનાઈ ગામના બંને મતદાન મથકના ઈવીએમમાં ​​ખામી હોવાનું જણાવાયું હતું. ઈવીએમમાં ​​ખામી સર્જાતા મતદારોને અડધા કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.

EVM મશીનો અંધારામાં હોવાની ફરિયાદ
આ ઉપરાંત મોરબીમાં ઓફિસરને જિલ્લા ચૂંટણીપંચને ફરીયાદ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન અંધારામાં હોવાથી ઉમેદવારોના નામ કે ચિન્હ જોઈ શકાતા ન હોવાની ફરિયાદ કરી હતી. ઘોર અંધકારમાં મતદાર નામ અને ચિહ્ન જોઈ શકતા ન હોવાની ફરિયાદ નોંધાઈ હતી

संबंधित पोस्ट

મેઘરજ બેદી બ્લાસ્ટ : પતિએ કમરમાં ડિટોનેટર બેલ્ટ બાંધી પત્નિને ઉડાવી દીધી, પતિનું પણ મોત

Karnavati 24 News

પાકિસ્તાન: ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Admin

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

ગાઝિયાબાદ: 243 કિલો ગાંજા સહિત 3 દાણચોરોની ધરપકડ એનસીઆરમાં માંગ પુરવઠા પર

Karnavati 24 News

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામના ઘૂંટીયા ગામના નરાધમે 19 વર્ષીય યુવતીને મોટરસાયકલ પર બેસાડી નજીકના અંબા ગામના જંગલમાં લઈ જઈ યુવતી ઉપર બળજબરીપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યાંનું જાણવા મળેલ છે.