Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોસ્થાનિક સમાચાર

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવતા જ એક પોલીસકર્મીએ પળનો વિચાર કર્યા વગર જ કુદકો મારી તેણીનો જીવ બચાવી લીધો હતો. હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા પ્રૌઢ મહિલાએ કયા કારણોસર કુદકો લગાવ્યો એ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસકર્મીની બહાદુરીને પરિણામે મહિલાનો જીવ બચી ગયો છે. આ બનાવની વિગત મુજબ શહેરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા હતા. આ ઘટના સમયે દિગ્વિજય પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ નજરે જોઈ હતી. જેને લઈને તેઓએ એક પલનો પણ વિચાર કાર્ય વિના જ હિમત દાખવી પાણીમાં કુદકો લગાવ્યો હતો અને અર્ધ બેસુધ્ધ થઇ ગયેલ તેણીએ ખેચીને બહાર લાવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયરનો કાફલો તથા 108 ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. જોકે તેણીનું પાણીમાં પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

संबंधित पोस्ट

પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે, UER-II ના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું; ‘મોડેલ કેપિટલ’નું વચન આપ્યું

Gujarat Desk

૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

આજનું રાશિફળ (04/11/2025)

Gujarat Desk

ઉત્તરપશ્ચિમ તુર્કીમાં અથડામણમાં 6 ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓ અને 3 પોલીસ અધિકારીના મોત

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk

શું હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદશે?

Gujarat Desk