Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મોરવાહડફના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા 4.37 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો ઝડપાયો

પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી

(જી.એન.એસ) તા. ૫

મોરવાહડફ,

આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા 4.37 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો પંચમહાલ SOGએ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીના તહેવારની હવે થોડા દિવસની વાર છે, ત્યારે પંચમહાલના મોરવાહડફમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર સાગવાડા ગામે આવેલા ઉમરદેવી ફળીયામાં રહેતા ગણપત રૂપાભાઈ રાવત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારના પરવાના કે લાયસન્સ વગર ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરીને વેચાણ કરતો હોવાની પંચમહાલ SOGને બાતમી મળી હતી.

આ પછી પોલીસે આોપીના મકાનમાં તપાસ હાથ ધરતા ઓસરીમાંથી ફાયર સેફ્ટીના સાધનો કે વોટર સ્પ્રીનકલની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર જોખમી રીતે લાયસન્સ વગર સુતળી બૉમ્બના બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 4,37,400ની કિંમતનો 3645 નંગ સુતળી બૉમ્બના બોક્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ઓછા થતા વિરોધ પ્રદર્શનો, યુએસ ધમકીઓ વચ્ચે 800 ફાંસીની સજા રોકવા બદલ ટ્રમ્પે ઈરાનની ‘પ્રશંસા’ કરી

Gujarat Desk

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

એફોર્ડેબલ હોમ લોનમાં તણાવ વધતા, ARCsને લોન વેચાણ તેજ બન્યું…!!

Gujarat Desk

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો

Gujarat Desk

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Gujarat Desk