Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું


(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને  ભારત સરકાર ના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.

આ અભિયાન ગુજરાતમાં ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે.

સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે.

એટલું જ નહીં,  આ ગામોમાં લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે સાથોસાથ નશામુક્તિ માટે જનજાગૃતિ જગાવતા સેમિનાર, વર્કશોપ અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.

ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની ટ્રેનિંગ આપીને તેઓ પણ બીજાને વ્યસનો છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની દિશામાં આ અભિયાન અંતર્ગત સેવા પ્રવૃત્તિ હાથ ધરાવાની છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નશામુક્ત અભિયાન વાનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ બ્રહ્માકુમારી નંદીની બહેન, કૈલાશ દીદી, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની મેડિકલ વિંગના નેશનલ કો-ઓર્ડીનેટર ડૉ. બનારસીભાઈ, ડૉ. નીતાબેન અને બ્રહ્મા કુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

સિક્કિમના ઉપલા રિમ્બીમાં ભૂસ્ખલન, 4ના મોત, 3 ગુમ, પોલીસ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી શરુ

Gujarat Desk

NIFT ગાંધીનગર દ્વારા ભારતની સમૃદ્ધ કારીગરી પરંપરાઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય વ્યવહારુ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૪/૧૨/૨૦૨૫)

Gujarat Desk

અસરગ્રસ્ત નાગરિકો સુધી પુરવઠો હજુ પણ પહોંચવામાં નિષ્ફળ જતાં નેતન્યાહૂ ગાઝામાં સહાય પહોંચાડવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે

Gujarat Desk

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News