Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

(જી.એન.એસ) તા. ૧૧

ગાંધીનગર,

મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

સુશ્રી રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.

તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની  ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુશ્રી રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk

જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાન વિભાગ દ્વારા સ્વચ્છતા અને બાકી રહેલા કેસના નિરાકરણ માટે ખાસ ઝુંબેશ 5.0નું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૩૭.૭૬ લાખના ખર્ચે ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા:  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

Gujarat Desk

ગુજરાતના 116 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk