Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારત ૪૦ જેટલા સાંસદોની સર્વપક્ષીય 7 ટીમને સંયુક્ત રાષ્ટ્રના 4 કાયમી સભ્ય દેશો સહિત દુનિયાના અન્ય દેશોમાં મોકલશે

ભારતના 40 સાંસદોની સર્વપક્ષીય 7 ટીમ આતંક મુદ્દે દુનિયામાં પાક.ની પોલ ખોલશે

(જી.એન.એસ) તા. ૧૮

નવી દિલ્હી,

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત આતંકવાદ સામે પોતાનો ‘ઝીરો ટૉલરેન્સ’નો સંદેશ વૈશ્વિક પટલ પર મજબૂતીથી રાખવા માટે આ મહિનાના અંતમાંમ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને પ્રમુખ ભાગીદાર દેશોમાં મોકલશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વહે આ સાતેય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિ કરનારા સાંસદો અને તેમાં સામેલ અન્ય લોકોની યાદીજાહેર કરી છે. જેમાં કયા સાંસદ કયા દેશમાં જશે તે વિશેની પણ માહિતી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે દુનિયા સમક્ષ ભારતના રાષ્ટ્રીય હિતોને રજૂ કરવા માટે અંદાજે ૪૦ સાંસદો અને વરિષ્ઠ નેતાઓને સર્વપક્ષીય સાત ટીમમાં વિભાજિત કરાયા છે. પ્રત્યેક ટીમમાં પાંચથી સાત સાંસદો હશે. આ ટીમ ૨૨ મેએ રવાના થશે અને ૧૦ દિવસમાં પાંચથી સાત દેશોની મુલાકાત લેશે. આ ટીમ ૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂરના પગલે આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ સહિતના મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી છે. તેણે લખ્યું કે, ‘આતંકવાદ સામે અમારા સામૂહિક સંકલ્પને દર્શાવતાસ ઓપરેશન સિંદૂર હેઠળ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ દેશોને મળશે.’ પોસ્ટની શરૂઆતમાં તેમણે લ્ખ્યું, ‘એક મિશન, એક સંદેશ, એક ભારત સાથે.’

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રથમ જૂથમાં સાત સાંસદોનો સમાવેશ થશે જે ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાનો પ્રવાસ કરશે. આ જૂથમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, રેખા શર્મા, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા પણ તેમની સાથે રહેશે. 

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાંસદોનું બીજું ગ્રુપ યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપ, ઈટલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. જેમાં ભાજપ સાંસદ ડી પુંડેશ્વરી, શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સાંસદ ગુલામ અલી ખટાના, કોંગ્રેસ સાંસદ ડૉ. અમર સિંહ, ભાજપ સાંસદ સમિક ભટ્ટાચાર્ય, એમજે અકબર સામેલ હશે. તેમની સાથે રાજદૂત પંકજ સરન પણ રહેશે.

સાંસદોનું ત્રીજું ગ્રુપ JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપુરની મુલાકાત લેશે. જેમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, એઆઈટીસી સાંસદ યુસુફ પઠાણ, ભાજપ સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ એમ સાંસદ ડૉ. જોન બ્રિટાસ, ભાજપ સાંસદ પ્રદાન બરુઆ, હેમાંગ જોશી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે. રાજદૂત મોહન કુમાર આ જૂથમાં રહેશે.

શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સાંસદોનું ચોથું જૂથ યુએઈ, લાઇબેરિયા, કોંગો રિપબ્લિક, સિએરા લિયોનની મુલાકાત લેશે. આ જૂથમાં ભાજપ સાંસદ બંસુરી સ્વરાજ, IUML સાંસદ ઇટી મોહમ્મદ બશીર, ભાજપ સાંસદ અતુલ ગર્ગ, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા, ભાજપ સાંસદ મનન મિશ્રા અને ભૂતપૂર્વ સાંસદ એસ.એસ અહલુવાલિયાનો સમાવેશ થાય છે. રાજદૂત સુજાન ચિનોય પણ આ જૂથમાં હશે. 

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. જેમાં એલજેપી સાંસદ શાંભવી, જેએમએમ સાંસદ ડૉ. સરફરાઝ અહેમદ, ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગી, ભાજપના સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, શિવસેના સાંસદ મિલિંદ દેવરા, ભાજેપી સાંસદ તેજસ્વી સૂર્યા સામેલ થશે. રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ આ જૂથમાં રહેશે.

ડીએમકે સાંસદ કે કનિમોઝીના નેતૃત્વમાં સાંસદોનું છઠ્ઠું ગ્રુપ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયાની મુલાકાત લેશે. આ જૂથમાં સપા સાંસદ રાજીવ રાય, એનસી સાંસદ મિયાં અલ્તાફ અહેમદ, ભાજપ સાંસદ કેપ્ટન બ્રજેશ ચૌટા, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, આપ સાંસદ અશોક કુમાર મિત્તલના નામ સામેલ છે. આ જૂથમાં રાજદૂત મનજીવ એસ પુરી અને જાવેદ અશરફનો સમાવેશ થશે.

સાંસદોનું સાતમું જૂથ NCP (શરદ) સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ઇજિપ્ત, કતર, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા જશે. આ જૂથમાં ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, AAP સાંસદ વિક્રમજીત સિંહ, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર, TDP સાંસદ લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ, આનંદ શર્મા, વી મુરલીધરન સામેલ હશે. આ જૂથમાં રાજદૂત સૈયદ અકબરુદ્દીનનો પણ સમાવેશ કરાયો છે.

संबंधित पोस्ट

વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરનારને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો

Gujarat Desk

૧૨મી ચિંતન શિબિર-૨૦૨૫:ધરમપુર જિ. વલસાડ: દ્વિતીય દિન

Gujarat Desk

છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

Gujarat Desk

પંજાબને ઉત્પાદન ક્ષેત્રમાં રૂ. ૧,૦૦૩ કરોડનો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ પ્રોત્સાહન મળ્યું: ઉર્જા મંત્રી સંજીવ અરોરા

Gujarat Desk

આજનું રાશિફળ (06/06/2025)

Gujarat Desk

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું

Gujarat Desk