Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો તમામ શાળાઓને આદેશ



(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

સુરતનાં ગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ને ધ્યાનમાં લઇ અમદાવાદ ડીઇઓએ ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ આપ્યા છે.

સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઇ જાતની ચર્ચા ન કરવા સૂચના અપાઇ છે. જેમાં કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. ફીના આદેશ અંગે DEO રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં વાલીઓ પાસે ઉઘરાણી કરવી જોઇએ. ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. ત્યારે જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.

આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીનીના આપઘાત અંગે DEOની ટીમે તપાસ પણ શરુ કરી છે. જેમાં DEO કચેરીના અધિકારી નરેન્દ્ર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ ટીમે cctvની ચકાસણી કરી છે. સમગ્ર મામલે રિપોર્ટ DEOને સુપરત કરવામાં આવશે અને આપઘાત અંગે પુરાવાઓ એકત્રિત કર્યાનો દાવો તેઓએ કર્યો હતો.

संबंधित पोस्ट

જેડી વાન્સે પત્નીના ધર્મ પર ‘ઘૃણાસ્પદ’ ટિપ્પણીની નિંદા કરી, સ્પષ્ટતા કરી ‘ઉષાનો ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઈરાદો નથી’

Gujarat Desk

ગોંડલથી રાજકોટ આવતું હોકી ગુણવત્તા વાળું દૂધ પકડી પાડતી મનપાની ફૂડ શાખા: ૫૦૦ લીટર દૂધનો કરાયો નાશ

Admin

11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026 યોજાશે

Gujarat Desk

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

Gujarat Desk

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

Gujarat Desk

દીવના વણાંકબારાની વિદ્યાર્થીનીએ આઈઆઈએમમાં સ્થાન મેળવતા અભિનંદન વર્ષા . .

Karnavati 24 News