Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

પોરબંદર-છાંયા નગરપાલિકા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તો પાલિકાએ આ માટે ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ થી રર ઓગસ્ટ સુધી એટલે પાંચ દિવસ સુધી પોરબંદરનાં ચોપાટી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાને માણવા માટે આવશે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવામાં આવ્યાં છે. તેમ છતાં કમનસીબે કોઇ દુર્ઘટના સર્જાય તો યોગ્ય વળતર મળી રહે તે માટે પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા મેળાનો ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કારણ કે મેળામાં વિવિધ પ્રકારની રાઇડ તેમજ ખાણીપીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવ્યાં છે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તને યોગ્ય વળતર મળી રહે તે માટે પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો છે. ભુતકાળમાં પોરબંદરનાં લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટેનાં પગલા પણ પાલિકા દ્વારા લેવામાં આવ્યાં છે.

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ થશે
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં રાત્રિનાં સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮મીનાં રોજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. તા.૧૯નાં રોજ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે અન્ય શહેરની ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઇટ તા.ર૦નાં રોજ નિધી ધોળકીયા દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. તા.ર૧નાં રોજ જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકડાયરાનું આયોજન અને તા.રરનાં રોજ ગુજરાતી જાણીતી લોકગાયિકા ગીતા રબારીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

संबंधित पोस्ट

વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા 

Gujarat Desk

ભૂતપૂર્વ પીએમ અલ-મલિકીના સંભવિત વાપસી અંગે ટ્રમ્પે ઇરાકને કડક ચેતવણી આપી: ‘જો… તો અમેરિકા હવે મદદ કરશે નહીં.’

Gujarat Desk

BSF જવાનોને ગંદા ટ્રેન કોચ આપવા બદલ રેલવે મંત્રીએ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, તપાસના આદેશ આપ્યા

Gujarat Desk

સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો  ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

રાજ્યમાં તા. ૩૧ ઓકટોબરથી ૦૬ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરાશે

Gujarat Desk

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે આયોજિત રાખીમેળાનું ઉદ્દ્ઘાટન કર્યું હતું

Gujarat Desk