Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

પોરબંદરનાં તુંબડા હનુમાન મંદિર પાસે રહેતા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લીમડાચોક વિસ્તારમાં રહેતા એક શખ્સનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. તેવી ખોટી વિગત આપતાં પોલીસે આ શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધી છે.
પોરબંદરનાં તુંબડા હનુમાન મંદિર પાસે રહેતા લખમણ માલદે પરમાર  નામનાં શખ્સે પોલીસ કંટ્રોલ રૂમનાં ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પોલીસને એવી વિગત આપી હતી કે લીમડા ચોકમાં રહેતા અશ્વીન નામના વ્યકિતનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. આ વિગત મળતાં પોલીસ તાત્કાલીક લીમડાચોક વિસ્તારમાં રહેતા અશ્વીનભાઇ નામનાં વ્યકિતના ઘરે પહોંચી હતી. તપાસ કરતાં દારૂની કોઇ ગાડી ઉતરતી ન હતી. લખમણ માલદે પરમારે રાગદેશ રાખીને ખોટી માહિતી આપી હોવાનું પોલીસનાં ઘ્યાન ઉપર આવતાં પોલીસે લખમણ માલદે વિરૂઘ્ધ ખોટી માહિતી આપવા અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આ અંગેની તપાસ ઉધોગનગર પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ મોઢવાડીયા તપાસ ચલાવી રહયાં છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લીમડાચોક વિસ્તારમાં રહેતા એક શખ્સનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. તેવી ખોટી વિગત આપતાં પોલીસે આ શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધી છે.

संबंधित पोस्ट

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

પ્રધાનમંત્રી કાર્યાલય ધરાવતા આગામી સંકુલનું નામ ‘સેવા તીર્થ’ રાખવામાં આવશે

Gujarat Desk

યુપી પોલીસ આઈજી કિરણ એસને વૈશ્વિક તપાસમાં યોગદાન બદલ ઇન્ટરપોલ મેડલ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો

Gujarat Desk

Best Philippines Betting Websites For Dota dos Esports 2025

Gujarat Desk

આજ નું પંચાંગ (21/05/2025)

Gujarat Desk

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી

Gujarat Desk