Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધા પૂર્વક ઊજવણી પાટણ શહેર માં પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ગ્રંથ ભંડાર માં શનિવારે લાભ પાંચમે જ્ઞાન પંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી જેમાં સિદ્ધરાજ જયસિહે લાવેલા સાહિત્ય સંપદા ગ્રંથોની પૂજા – અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં જૈન સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો એ પણ દર્શનનો લાભ લીધો હતો પીપળા શેરીમાં આવેલી ઐતિહાસિક પંચાસરા પાર્શ્વનાથ જિનાલય અને નગીન પૌષધ શાળા પાસે આવેલું હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથ ભંડાર જ્ઞાનમંદિર ખાતે હેમચંદ્રાચાર્યજી દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ સહિત અન્ય ગ્રંથો , સાહિત્ય ખજાનો , તાડપત્રી અંકિત સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય સંપદા સંગ્રહ કરવામાં આવેલી છે પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ એ માળવા પર વિજય પ્રાપ્ત કર્યા પછી ઉજ્જૈન થી સમૃદ્ધ સાહિત્ય ખજાનો અહીં લાવ્યો હતો એનું સંવર્ધન અત્રે થઈ રહ્યું છે જૈન ગ્રંથ ભંડારમાં જ્ઞાનપંચમીએ પાટણ શહેર ના જૈન સમાજના શ્રદ્ધાળુઓ તેમજ અન્ય લોકો દ્વારા સાહિત્ય વારસાનું પૂજન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

‘બિહારને કટ્ટા સરકાર નથી જોઈતી’: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દુનાલી, રંગદારી’ વિપક્ષ પર કટાક્ષ

Gujarat Desk

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરાઈ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

Gujarat Desk

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

ISL 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, બધી ક્લબો ભાગ લેશે: રમતગમત મંત્રી મનસુખ માંડવિયા

Gujarat Desk

માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે રિહર્સલ કર્યું

Gujarat Desk

ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂપિયા એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે

Gujarat Desk