Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે – નરેન્દ્ર મોદી

પંચમહાલ કાલોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પંચમહાલ જિલ્લાનું મથક ગોધરામાં છે પરંતુ આર્થિક ક્ષેત્રે ગતિવિધીઓ કાલોલમાં છે. હાલોલ અને કાલોલ શક્તિશાળી સેન્ટરો છે. પંચમહાલ જિલ્લામાં 30 હજાર કરોડના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થાય છે. આ વર્ષે લગભગ 9 હજાર કરોડ રુપિયાનો માલ પંચમહાલ જિલ્લામા બનલો દુનિયાના દેશોમાં ગયો પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે. હજારો લોકોને રોજગાર મળ્યા છે.

વધુમાં કહ્યું કે, વર્ષોથી તમારી વચ્ચે રહ્યો છું ધરતીના તાકાત શું છે એ મને ખબર પડી જાય અને મારી તાકાત શું છે એ તમને ખબર પડી જાય. હાલોલ કાલોલનો મોટો રોડ બનશે. વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ આ પાંચ શહેર હાઈટેક એન્જિ.

મેન્યુફેક્ટરીંગનો કોરીડોર બનશે. મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગોનું મોટું માળખું ઉભું થયું છે. રેલ્વે એન્જિનના કારખાનું તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. સાવલીમાં રેલ્વેની બોગી બનાવવામાં આવી રહી છે.
વડોદરામાં હવાઈ જહાજ બનવાના છે. આ પટ્ટા પર સાયકલ, મોટરસાઈકલ, વિમાન આ બધુ એક જ પટ્ટામાં નબશે. આ પાંચેય આંગળીઓ ઘીમાં છે તો એક આંગળીએ કમળનું બટન દબાવવું જોઈએ કે નહીં. ગુજરાત આઈટી ક્ષેત્રમાં પણ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. 1.5 લાખ કરોડોનું મૂડી રોકાણ  સેમિકન્ડક્ટર માટે આવી રહ્યું છે.

संबंधित पोस्ट

મિઝોરમમાં ICDS પ્રોજેક્ટ્સમાં પોષણ મહિનાની થીમને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પ્રવૃત્તિઓમાં પુરુષોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે

Gujarat Desk

આજનું રાશિફળ (૨૫/11/2025)

Gujarat Desk

ભારતના વિદેશ મંત્રી (EAM), યુએસ રાજદૂત-નિયુક્ત સર્જિયો ગોર સાથે મુલાકાત

Gujarat Desk

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે સોનેરી તક

Gujarat Desk

ગ્લોબલ બુલ રન વચ્ચે ભારતીય શેરબજારનું નબળું પ્રદર્શન…!!

Gujarat Desk

ઘરની બહાર માસ્ક વિના નીકળતા નહીં, રાજ્યની હવા ઝેરી બની

Gujarat Desk