Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે

નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે અને આ એક વર્ષ દરમિયાન તેમના નેવૃત્વમાં ભાજપ સરકાર અનેક પ્રજાલક્ષી નિર્ણયો લઇ ગુજરાતને વિકાસના ક્ષેત્રે એક નવી ઉંચાઇએ લઇ ગઇ છે તેમ જણાવી સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે અભિનંદન પાઠવ્યા છે. વિક્રમભાઈ નકુમે જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રીપદની. જવાબદારીને ૩૬૫ દિવસ પૂર્ણ થયા છે. મુખ્યપ્રધાને પોતાના શાસનકાળમાં અનેક નવા અને ઉમદા જનસેવામાં કામો કર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે રાજયના જનજનની સેવાની સફળ. પરિશ્રમ યાત્રા બની છે. વિક્રમભાઈના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈઇ પટેલે એક વર્ષ દરમિયાન હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે લોકો માટે સતત કર્તવ્યરત જનસેવકની આગવી છબી ઉજાગર કરી છે. સાલસ સ્વભાવ એન સતત પ્રવૃત-સક્રિય રહેવાની ધગશ ધરાવતા ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ અને નિર્ણાયક નેતૃત્વકર્તા પૂરવાર થયા છે તેમની એક વર્ષની દરમિયાનની કાર્યરીતિ નીતિને આભારી છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે વણથંભી વિકાસયાત્રામાં અનેક નવી યોજનાઓની ગુજરાતવાસીઓને ભેટ આપી છે જે સોના માટે “સરકારનો ગુજરાત મોડેલનો નવો આયામ છે

संबंधित पोस्ट

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા

Karnavati 24 News

રાહુલ ગાંધીને ફરીથી જુબાની માટે બોલાવવાની માંગણી સાથે કરાયેલી અરજી મામલે હાઈકોર્ટે શું કહ્યું

Karnavati 24 News