Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ



રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો મુખ્યમંત્રીશ્રી નો ખેડૂત હિતકારી અભિગમ

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.૧૫મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.૧૫ જૂનને બદલે તા.૧૫મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રીશ્રીના કિસાન હિતકારી નિર્ણયને પગલે ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન ખેડૂતો કરી શકશે. એટલું જ નહિં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.

આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે ૧૩ લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કિસાન હિતકારી આ વધુ એક નિર્ણય લઈને ખેડૂતોની પડખે સદાય ઉભી રહેતી સરકારની અનુભૂતિ લાખો કિસાનોને કરાવી છે.

संबंधित पोस्ट

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલ ફિલ્મો અને ફર્નિચર પર ટેરિફની જાહેરાત કરી

Gujarat Desk

ટ્રમ્પના દેશનિકાલના ધ્યેયને પૂર્ણ કરવા માટે ICE દ્વારા કુટુંબને અલગ કરવાની અને અનિશ્ચિત સમય માટે અટકાયતની ચેતવણી આપી

Gujarat Desk

GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો

Gujarat Desk

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષા સંદર્ભે દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

Karnavati 24 News