Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે સાસુ સસરાની હત્યા કરી 



ભરૂચ પોલીસને ડબલ મર્ડર નો ભેદ ઉકેલવામાં મળી સફળતા

(જી.એન.એસ) તા. 10

ભરૂચ,

ભરૂચમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં દંપતીની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.30થી 35 લાખનું દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જમાઈએ વાલિયા આવીને સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ બનાવની વિગત મુજબ ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રીના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડ રૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ અંગે વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી.

પોલીસને શક ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૪૩ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે.આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે. આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણા આપે છે અને ઘરમાં મોટી કેસ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે.

संबंधित पोस्ट

ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં ૫ જિલ્લાઓમાં કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરાયો: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

વિશ્વમાં વધતા સપ્લાયથી ક્રૂડ ઓઈલ ૩૦ ડોલર સુધી તૂટશે : JP મોર્ગન

Gujarat Desk

ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ અંતર્ગત થયેલા MoU

Gujarat Desk

આજનું રાશિફળ (02/09/2025)

Gujarat Desk

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News