Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

દુઃખદ / ટોયોટા કિર્લોસ્કરના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું હાર્ટ એટેકથી અવસાન, માત્ર 64 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ-ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી અવસાન થયું. વિક્રમ કિર્લોસ્કરની ઉંમર 64 વર્ષની હતી. હતા. બુધવારે એટલે કે આજે બપોરે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં બપોરે 1 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

કોણ હતા વિક્રમ કિર્લોસ્કર

વિક્રમ કિર્લોસ્કરે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ સાથે વિક્રમ કિર્લોસ્કરે 1997માં જાપાનની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1888માં લક્ષ્મણરાવ કિર્લોસ્કરે સ્થાપેલા જૂથના ચોથી પેઢીના સભ્ય વિક્રમ કિર્લોસ્કર, કૉલેજ પછી પ્રોડક્શન-એન્જિનિયરિંગ તાલીમાર્થી તરીકે પુણેમાં કિર્લોસ્કર કમિન્સ સાથે જોડાયા હતા. તેમણે ઘણા વર્ષો સુધી CII, SIAM અને ARAI માં ઘણા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે.

મોટી હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક 

વિક્રમ કિર્લોસ્કરના નિધન પર ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. બાયોકોન બાયોલોજિક્સ એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ પણ વિક્રમ કિર્લોસ્કરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે વિક્રમ એક એવા પ્રિય મિત્ર હતા જેમને હું ખૂબ જ યાદ કરીશ. હું ગીતાંજલિ માનસીના પરિવાર સાથે આ અસહ્ય દુ:ખમાં સહભાગી છું. તેમને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ.

संबंधित पोस्ट

महंगाई की मार: सीएनजी एक बार फिर 2 रुपये प्रति किलो चढ़ा, 6 दिन में दूसरी बार

Karnavati 24 News

गुजरात के कई जिलों में बारिश की संभावना: 31 मार्च से अप्रैल के पहले दो दिनों तक गरज के साथ हल्की से मध्यम बारिश का अनुमान – Gujarat News

Gujarat Desk

सूरत में 13 साल के लड़के को लेकर भागी टीचर: पुलिस से कहा- मेरे गर्भ में पल रहे 5 महीने के बच्चे का पिता है यही स्टूडेंट

Gujarat Desk

अहमदाबाद में महिला ने पांचवीं मंजिल से कूदकर बचाई जान: नीचे खड़े लोगों ने चादर-गद्दों से बचाई जान, बिल्डिंग की दो मंजिलों में लगी थी आग

Gujarat Desk

गुजरात-सांसद शक्ति सिंह के भतीजे ने पत्नी को गोली मारी: एंबुलेंस बुलाई फिर खुदकुशी कर ली, 2 महीने पहले शादी हुई थी

Gujarat Desk

खबरदार! आयकर विभाग कर रहा है संदिग्ध चोरी के लिए नोटिस जारी, आप भी जान लीजिए ये बातें 

Karnavati 24 News