Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

તમારી આંખો પણ વારંવાર થઇ જાય છે લાલ? તો આ રીતે ખીરા કાકડીનો કરો ઉપયોગ

આખો દિવસ તડકામાં ફરવાથી અને ધૂળ-માટી આંખમાં જવાને કારણે આંખો લાલ થવા લાગે છે. આંખ લાલ થવાને કારણે આંખમાં ખંજવાળ આવે છે અને સાથે આંખોમાં બળતરા પણ બળે છે. આમ, આ સિવાય આંખો લાલ થવા પાછળ બીજા અનેક કારણો પણ જવાબદાર હોઇ શકે. ઘણી વાર રક્તવાહિકામાં સોજો આવવો તેમજ ઇન્ફેક્શન થવાને કારણે પણ આંખોમાં બળતરા થતી હોય છે. જો તમારી આંખો પણ વારંવાર લાલ થઇ જાય છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

આઇસ પેક

તમારી આંખો લાલ થઇ ગઇ છે અને તમને બહુ ખંજવાળ આવે છે તો તમે આઇસ પેકનો યુઝ કરી શકો છો. આ તમને બજારમાં સરળતાથી મળી રહે છે. આંખો બંધ કરીને 5 મિનિટ સુધી રહેવા દો અને પછી લઇ લો.  આમ કરવાથી આંખમાં બળતરા નહિં થાય અને સાથે આંખો લાલ થવાની પણ ઓછી થશે.

ખીરા કાકડી

આંખોની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ખીરા કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ખીરાને ગોળ સ્લાઇસમાં કટ કરી લો અને પછી એને આંખો બંધ કરીને મુકી દો. આ તમે 2-3 વાર કરો. મ કરવાથી તમારી આંખોને ઠંડક મળે છે. ખીરા કાકડી આંખો પર મુકવાથી ખીરામાં રહેલું કૂલિંગ પ્રોપટીર્જ બ્લડ વેસલ્સમાં આંખોમાં આવતા સોજાને ઓછુ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારી આંખો લાલ પણ નહિં થાય.

એલોવેરા જેલ

એલોવેરા જેલ તમારી આંખોને ઠંડક આપવાનું કામ કરે છે. તમારી આંખો વારંવાર લાલ થાય છે તો એલોવેરા જેલનો ઉપયોગ તમે કરી શકો છો. એલોવેરા જેલને તમે આંખો પર મુકો અને 15 મિનિટ માટે રહેવા દો. આમ કરવાથી તમારી આંખો લાલ નહિં રહે અને સાથે આરામ પણ મળશે.

संबंधित पोस्ट

બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીઓ અપાવો, તેમને જીવલેણ રોગો અને વિકલાંગતાઓથી રક્ષણ મળશે

Admin

Fruit For For Belly Fat: ફૂલેલું પેટ ઓછું કરવા આ ખાસ ફળ ખાઓ, તમને સપાટ પેટ મળશે

Karnavati 24 News

નિષ્ણાતોની ચેતવણીઃ બાળકોને પણ હોઈ શકે છે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ, આ જોખમી પરિબળોથી સાવચેત રહો

Karnavati 24 News

દેશમાં કોરોનાની સ્થિતિ અેકદમ કાબુમાં જાણો કેટલા કેસો દેશમાં કોરોનાના નોધાઇ રહ્યા છે

Karnavati 24 News

શું છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છેઃ આ ચિંતાનો વિષય બની શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો આના 6 મોટા કારણો

Karnavati 24 News

ચહેરા પર ટોનર, સીરમ અને સનસ્ક્રીન લગાવવાના યોગ્ય પગલાં કયા છે, જાણો ઓઈલી સ્કિન માટે ખાસ ટિપ્સ