Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટેરિફથી અમેરિકામાં ભારતની એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો…!!

અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવ્યા બાદ ભારતની એન્જિનિયરિંગ નિકાસ પર ગંભીર અસર થવાની ધારણા છે. અંદાજ મુજબ, ભારતની યુએસમાં એન્જિનિયરિંગ નિકાસમાં આશરે 7.5 થી 8 અબજ ડોલરનો ફટકો પડી શકે છે. આ ક્ષેત્રની લગભગ તમામ પ્રોડક્ટ્સ હવે 50% ટેરિફ હેઠળ આવી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ ટેરિફને કારણે વ્યવસાય અડધી સપાટીએ આવી ગયો છે, જ્યારે નવા ઓર્ડરો લગભગ બંધ થઈ ગયા છે.

2024-25 દરમિયાન અમેરિકામાં ભારતની કુલ એન્જિનિયરિંગ નિકાસ 20 અબજ ડોલર રહી હતી. તેમાં 5 અબજ ડોલરની નિકાસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત ઉત્પાદનોમાંથી, 2.6 અબજ ડોલર ઓટો સેક્ટરમાંથી, જ્યારે બાકીના 12.5 અબજ ડોલર અન્ય એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાંથી આવ્યા હતા. સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસમાં આશરે 20% ઘટાડાની ધારણા છે, જ્યારે ઓટો સેક્ટરમાં 0.5 અબજ ડોલરનો ઘટાડો થવાની સંભાવના છે.

જુલાઈમાં ટેરિફની સમયમર્યાદા અમલમાં આવે તે પહેલાં નિકાસકારોએ મોટા પાયે માલ મોકલ્યો હતો. પરિણામે એપ્રિલ-જુલાઈ દરમિયાન ભારતની કુલ એન્જિનિયરિંગ નિકાસ 6.08% વધી 39.34 અબજ ડોલર થઈ, જેમાં અમેરિકામાં નિકાસ 12.6% વધી 6.95 અબજ ડોલર સુધી પહોંચી હતી. માત્ર જુલાઈમાં જ નિકાસ 19.2% વધીને 1.81 અબજ ડોલર નોંધાઈ હતી. આ દરમિયાન ઔદ્યોગિક મશીનરી અમેરિકામાં સૌથી મોટી નિકાસ રહી, જે એપ્રિલ-જુલાઈમાં 17% વધીને 1.57 અબજ ડોલર સુધી પહોંચી હતી.

संबंधित पोस्ट

‘શ્રી કમલમ’ ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ

Gujarat Desk

કોહલી અને રોહિત પછી સૂર્યકુમાર યાદવ મોટો રેકોર્ડ બનાવનાર ત્રીજા ભારતીય ક્રિકેટર બનશે

Gujarat Desk

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોનમાં રેકોર્ડ વૃદ્ધિ…!!

Gujarat Desk

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ

Gujarat Desk

મહારાષ્ટ્રના નાગપુરમાં 1 ફાર્મા કંપનીના યુનિટમાં વિસ્ફોટ, 1નું મોત, 6 ઘાયલ

Gujarat Desk

આજ નું પંચાંગ (06/07/2025)

Gujarat Desk