Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

જૂનાગઢના તબીબ સાથે ઓનલાઈન ઇલેક્ટ્રિક બિલ ભરવાના નામે એક લાખની છેતરપિંડી કરાઈ હતી જોકે જુનાગઢ એસ ઓ જી એ ત્વરિત કાર્યવાહી કરી તબીબને ₹1,00,000 પરત અપાવ્યા હતા સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા પરત અપાવવા રેન્જ ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝરીયા ની સૂચના અને એસપી રવિ તેજા વાસમ સેટી ને સૂચના બાદ એસ ઓ જી એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન જુનાગઢના તબીબને ઈલેક્ટ્રીક બિલ ભરવાનો મેસેજ આવ્યો. જો બિલ ન ભરે તો પાવર કનેક્શન કટ કરાશે તેમ કહી પોતાનો સંપર્ક નંબર અપાયો હતો બાદમાં તબીબે આ નંબર પર સંપર્ક કરતા ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી લિંક મોકલી લિંક ઓપન કરતા ફોન નો તમામ કંટ્રોલ સામેવાળા પાસે જતો રહેતા તબીબે પોતાના ડેબિટ કાર્ડ દ્વારા એક લાખની ઓનલાઈન ખરીદી કરી લીધી બાદમાં તબીબે સાયબર સેલના દીપકભાઈ જાની નો સંપર્ક કર્યો બાદમાં એસ ઓ જીના પી આઈ એ એમ ગોહિલ સાયબર સેલના પીએસઆઇ જે એમ કોડીયાતર અને સ્ટાફ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફ્રોડ કરનાર જે વાઉચરની ખરીદી કરી તે ટ્રાન્જેક્શન અટકાવી ફ્રોડમાં ગયેલા એક લાખ તબીબના બેંક ખાતામાં રિફંડ કરાવ્યા છે

संबंधित पोस्ट

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

 વઢવાણ કારિયાણી ગામે થી વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઈ

Karnavati 24 News

સત્યેન્દ્ર જૈનની કસ્ટડી 13 જૂન સુધી લંબાવાઈ: EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ સાંભળીને આરોગ્ય મંત્રીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Karnavati 24 News

સિદ્ધુ મુસેવાલા મર્ડર : હત્યામાં 2 યુવતીઓનો ઉપયોગ થવાનો હતો

Karnavati 24 News

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News