Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

તાજેતરમાં હાઈકોર્ટના આદેશના નામે જૂનાગઢ મનપા દ્વારા હોસ્પિટલ શાળાઓ કોમર્શિયલ બિલ્ડીંગ સહિતની બીજી અને ફાયર વગરની મિલકત સીલ કરવામાં આવી હતી અચાનક મનપા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે વિવાદ થયો હતો આ મુદ્દે વેપારીઓએ કાગળ પરની કાર્યવાહી પૂર્ણ કરી છતાં શીલ ખોલવામાં ન આવતા હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે મનપાની દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મામલે આજે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બિલ્ડર બાંધકામની મંજુરી મેળવી કામ શરૂ કરે ત્યારે કામ પૂર્ણ થાય ત્યાં સુધી મનપાના જે તે વિભાગના કર્મચારીઓએ વિવિધ તબક્કે મુલાકાત લેવાની હોય છે પરંતુ તેમ થયું નથી તે મિલકતના દસ્તાવેજો પ્રોપર્ટીકાર્ડ નળ જોડાણ વીજ જોડાણ આપવામાં આવ્યા અને ટેક્ષ પણ વસુલ થયો બેંક દ્વારા લોન પણ મળે છે મનપા તરફથી શોપ લાયસન્સ પણ આપવામાં આવ્યા છે લોન લેતી વખતે ટાઇટલ ક્લિયર સર્ટી આપવામાં આવ્યા ત્યારે બીયુ કે ફાયર એનો ઉલ્લેખ નથી હાલના તબક્કે પણ મનપાની વેબસાઇટ પર બી યુ પરમિશન નો કોઈ ઉલ્લેખ નથી આ મામલે જેણે અગાઉ અરજી કરી છે તેને મનપા દ્વારા બીયુ ઈસ્યુ થયું નથી અને તે કાર્યવાહી માંથી બાકાત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

संबंधित पोस्ट

સુપરસ્ટાર મોહનલાલની માતા સંતકુમારીનું એર્નાકુલમમાં 90 વર્ષની વયે અવસાન થયું

Gujarat Desk

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી

Gujarat Desk

ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) સાથે પ્રાદેશિક તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

Karnavati 24 News

ગુજરાત સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ

Gujarat Desk

પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

Karnavati 24 News