Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

જૂનાગઢમાં નાગરવાડા માં લક્ષ્મી જ્વેલર્સ નામે સોના ચાંદીના દાગીના ઓ વેપાર કરતાં બીપીન ધોળકિયા અને તેની પત્ની ઉષાબેન સામે એ ડિવિઝન પોલીસમાં ચાર ફરિયાદીએ તેમની સાથે 6.31 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર શહેરમાં ચર્ચા મચી જવા પામી છે લોભામણી સ્કીમ હેઠળ અનેક લોકોના લાખો રૂપિયા લઈને રાતો રાત ઘરને તાળા મારીને ભાગી દયાની જાણ થતાં અનેક લોકોની મરણમ મૂડી સલવાઈ છે ગઈકાલે એક ગુનો દાખલ થયા બાદ છેલ્લા 24 કલાકમાં પોલીસને 15 જેટલા ભોગ બનનારે તેમની સાથે પણ આ દંપતીએ છેતરપિંડી કરી હોવાની વાત પોલીસ સમક્ષ આવીને કહેતા પોલીસે યાદી તૈયાર કરવાની શરૂઆત કરી છે હાલ તો ઠગાઈ નો આંક છ પોઇન્ટ ૩૧ લાખ છે પરંતુ આગામી દિવસોમાં આ આંક લાખોમાં જશે કારણ કે છેલ્લા આઠ વર્ષથી આ દંપતી આવી સ્કીમ ચલાવતો હતો તો બીજી તરફ જે રાતે આ દંપતી ભાગ્યું તે તારીખ 18 ની રાતના 9.44 કલાકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આ દંપતી કાળવા ચોકમાં આવેલ સાર્થક એપાર્ટમેન્ટના પોતાના ફ્લેટમાંથી નીચે લિફ્ટ માં ઉતરીને પાર્કિંગમાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે એક સાથે છ જેટલી મોટી મોટી સુટકેસ અને બેગ લઈને પગપાળા સામાન લઈને બહાર જતા નજરે ચડે છે હાલ તો પોલીસની ટીમો દ્વારા દંપતીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

संबंधित पोस्ट

અરરિયામાં એસપીના આવાસથી 250 મીટરના અંતરે બેંક લૂંટ: BOIમાં 5 ડાકુઓએ ગાર્ડની રાઈફલ તોડી, બંધક બનાવી 52 લાખ લૂંટ કરી

Karnavati 24 News

સુરતમાં ૭ વર્ષથી લૂંટ-હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત પોલીસને ગોળ ગોળ ફેરવતો,આખરે ઝડપાયો.!

Karnavati 24 News

મેંદરડા પોલીસે દાત્રાણા નાની ખોડીયાર સહિત ચાર જેટલા સ્થળોએથી પ્રોહીબિસન ગુના આચરતા ઈસમો ને પકડી પાડ્યા

Karnavati 24 News

ચાલતી ઓટોમાં હેવાનોએ કર્યો બળાત્કારનો પ્રયાસ તો નર્સે લગાવી છલાંગ, આરોપીઓ ઝડપાયા

Admin

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

અરે બાપ રે : 92 વર્ષીય વૃધ્ધે 9 વર્ષીય બાળકીની છેડતી કરી,કોર્ટએ ફટકારી 3 વર્ષની સજા

Admin