Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

જુનાગઢ વોર્ડ નંબર 10 માં આવેલા વાણંદ ગલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે એકાંતરા પાણી પણ આવતું નથી આ વિસ્તારમાં ઘર પાસે ખાડા કર્યા તેમાં નળ છે તેમાં પણ પાણી આવતું નથી ત્યારે તેમાંથી પાણી ભરતા હતા પરંતુ પાણી ન આવતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કફોડી હાલત ઊભી થઈ છે આ ઉપરાંત અંબિકા ચોક નજીક આવેલા રૂપાલી એપાર્ટમેન્ટ પાસે મનપાનો બોર છે તેની મોટર ખરાબ થઈ ગઈ છે આથી મનપાની વોટર વર્કસ શાખાના સ્ટાફ ત્રણ દિવસથી મોટર કાઢી લઇ ગયા હતા ત્રણ દિવસ થવા છતાં મોટર ના આવતા લોકોને પાણી વિના હેરાન થવું પડ્યું તો આ મામલે મ વોર્ડ નંબર 10ના નગરસેવેક હિતેન્દ્રભાઈ ઉદાણીએ રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં આજે બપોરે મનપામાં વોટર વર્કસ શાખાના બહાર મંજીરા વગાડી અનોખો વિરોધ કરી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો ભાજપ શાસિત મનપામાં ભાજપના નગરસેવકોએ અનોખો વિરોધ કર્યો હતો છતાં મનપાની કોઈ અધિકારી કે કર્મચારી કોઈ દરકાર પણ લીધી નથી અંગે નગર સેવકે જણાવ્યું હતું કે પાણી મુદ્દે લોકોને ફરિયાદ મળતાં રજૂઆત કરી હતી અને તેનું નિરાકરણ ન આવતાં આ મુદ્દે વિરોધ કર્યો છે ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરવામાં આવશે

संबंधित पोस्ट

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Gujarat Desk

લોકોને કામ કરવા અથવા સ્થાયી થવા દેવા માટે કોઈ ખાસ FIFA વિઝા નથી: કેનેડા

Gujarat Desk

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ નાણાકીય ગુનાઓ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો

Gujarat Desk

બિહારના લોકો બધીજ હકીકત સમજે છે, તેઓ NDA ને મોટો જનાદેશ આપવા માટે તૈયાર છે: વડાપ્રધાન મોદી

Gujarat Desk

આજ નું પંચાંગ (26/06/2025)

Gujarat Desk