Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત


(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૫ મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન માય ભારત ગાંધીનગર અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી લયી રહ્યા છે. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે શ્રી હર્ષદ ભાઈ પટેલ વાઇસ ચાંસલરશ્રી ગુજરાત વિદ્યાપીઠ, શ્રી ડી ડી કાપડિયા (આઇએએસ) સચિવશ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, શ્રી દુષ્યંત ભટ્ટ રાજ્ય નિર્દેશક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, શ્રી રજનીકાંત સુથાર લોકપાલ નરેગા, શ્રીમતી અંજલિબેન પટેલ એનએસએસ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, શ્રી જીગર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી ભુજ, અહમદાબાદ, ભાવનગર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી કુંતલ નિમાવત અને રિદ્ધિ દ્વારા જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે

Gujarat Desk

મુકુલ રોયને બંગાળ વિધાનસભા સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાના કોલકાતા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

Gujarat Desk

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર સાધનો/એકમોની કંપનીઓ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર નોંધણી ફરજિયાત

Gujarat Desk

અમદાવાદ એરપોર્ટ પાસેની હોટલ તંદૂરમાં થયલ હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી

Gujarat Desk

‘છારી-ઢંઢ’ને મળેલા વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા

Gujarat Desk

ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા

Gujarat Desk