Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

જાફરાબાદના લોઠપૂર નજીક અકસ્માત સર્જી ભાગી રહેલા શખ્સ પાછળ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ ગાડી દોડાવી,કાર ચાલકનો કાંઠલો પકડી ભાન કરાવ્યું હીરા સોલંકીએ કાર ચાલકનો ફિલ્મી ઢબે કર્યો પીછો

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

जालंधर लुधियाना हाइवे पर हो रहा था जिस्म फरोशी का धंधा 1 काबू

Admin

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

Karnavati 24 News

 મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ MD નિશિથ બક્ષીને ₹25,000નો દંડ કરાયો, હજી 144 સેમ્પલનાં ચુકાદા બાકી

Karnavati 24 News