Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગ્રામ પંચાયત ચૂંટણી – અમદાવાદ જિલ્લો; તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૯ સ્થળોએ થશે મતગણતરી યોજાશે

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ, મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા કરાઈ

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તેના અંતિમ પડાવ ભણી આગળ વધી રહી છે. આવતી કાલે, એટલે કે ૨૫મી જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૯ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ મળીને ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા અને થોરીવડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, તો ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. દેત્રોજ-રામપુરાની કાંત્રોડી અને જેઠીપુરા, ધોળકાની ભવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

અમદાવાદ જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ છે, તેની મતગણતરી માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ ૯ મતગણતરી સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. બાવળા તાલુકામાં એમ.સી. અમીન ગર્લ્સ હાઇસ્કૂલ, બાવળા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે, એ જ રીતે દસ્ક્રોઈમાં મહેસૂલ ભવન ખાતે, ધોલેરામાં આઈટીઆઈ કેમ્પસમાં, ધંધુકામાં બિરલા અને હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે, વિરમગામમાં શ્રી શેઠ એમ. જે. હાઇસ્કૂલમાં, માંડલમાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર હાઇસ્કૂલ ખાતે, ધોળકામાં આર.ડી. શાહ આર્ટ્સ એન્ડ વી.ડી. શાહ કોમર્સ કોલેજ ખાતે, સાણંદમાં જે.ડી.જી. કન્યા વિદ્યાલય ખાતે તો દેત્રોજ-રામપુરામાં તાલુકા પ્રાથમિક શાળા, દેત્રોજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયાં છે, જ્યાં જે તે તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ તમામ મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મતગણતરીની આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે ૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે, જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, દસ્ક્રોઈ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, ધોલેરામાં ૫ ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ ૧૨ ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

મતગણતરી પ્રક્રિયાને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે.

संबंधित पोस्ट

ડાયવર્ઝનથી રાયપુર ડભોડાને જોડતો‎માર્ગ મોટા ખાડાઓમાં ગરકાવ થઇ ગયો, રોડની મરામત કરવા સ્થાનિક વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી

Gujarat Desk

ઓક્ટોબરમાં વયનિવૃત્તિ પહેલા; 1999 બેચના IPS અભય ચૂડાસમાએ આપ્યું રાજીનામું

Gujarat Desk

ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુના પૂર્વમાં માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટવાથી બાલીની ડઝનબંધ ફ્લાઇટ્સ રદ

Gujarat Desk

અમદાવાદજૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે- કોંગ્રેસ.

Karnavati 24 News

કરદાતા સેવાઓના મહાનિર્દેશાલયે વિશ્વ બેંકના બિઝનેસ રેડી (બી-રેડી) પ્રોજેક્ટ પર CBIC અધિકારીઓ માટે માહિતીપ્રદ સત્રનું આયોજન કર્યું

Gujarat Desk

મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી

Gujarat Desk