Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે.જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન સહાય, રોગગારલક્ષી કીટ રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે.જિલ્લાકક્ષા આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેક્ટર રવીન્દ્ર ખતાલે અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય સાધનનુ સુચારૂ વિતરણ થાય તે માટે સંબંધિત અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા લાભ વંચિત ન રહે તે માટે ચીવટતાથી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા ઉપરાંત આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નિર્ધારિત કરવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. વી. લિંબાસીયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓનું પ્રભુત્વ : વિકાસ અને પડકારો…

Gujarat Desk

કેન્દ્રીય ચૂંટણી પંચે 24 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી

Gujarat Desk

સીબીએસસી દ્વારા 2026થી, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે

Gujarat Desk

TET-TAT ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ ગાંધીનગરમાં પોલીસે ડિટેઇન કરી લીધા

Gujarat Desk

રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આજે તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ‘પોષણ પખવાડીયું -૨૦૨૫’ઉજવાશે

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk