Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા



ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં AICC સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો પણ શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપા માં છે અને બીજો ભાજપમાં કામ કરે છે. જેમાના ભાષણ બાદ પાર્ટી હાઇકમાન્ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી. 

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘એક કાર્યકર્તા જે 1982થી કોંગ્રેસમાં છે તે આજે કોંગ્રેસને અપીલ કરે છે, આપણે ભાજપ સાથે પછી લડીએ છીએ, પહેલાં કોંગ્રેસી અંદરોઅંદર લડે છે. એકવાર નક્કી કરી લો કે, કોઈપણ નિર્ણય જે ઉપરથી નક્કી થશે, તેને આપણે સહર્ષ સ્વીકારીશું. ત્યાં સુધી એકબીજા સાથે નહીં લડીએ, જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ન લાવી દઈએ. આપણે પાર્ટીને સત્તામાં લાવીને જ જંપીશું. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાહુલજી અને ખડગેજી, હું તમને કહેવા આવ્યો છું કે, તમારે ભાજપને દૂર કરવી હોય અને કોંગ્રેસની અંદર જે ભાજપના લોકો છે, તેને દૂર કરવા હોય તો હું તમને પૂછવા ઈચ્છું છે કે, જો કોઈ શહેર અધ્યક્ષ છે, જેનો એક દીકરો સપામાં હોય અને બીજો ભાજપમાં… શું તે પ્રમુખ બનવા લાયક છે? જો તે શહેર પ્રમુખ બનવા લાયક છે તો અમે પણ તેનો સ્વીકાર કરીએ છીએ. 

યુપીના કોંગ્રસ નેતા આલોક મિશ્રાએ જણાવ્યું હતું કે, જે લોકોએ 1982માં મારી જેમ કોંગ્રેસ નથી છોડી, હું તમને વચન આપું છું કે, હું મારૂ સર્વસ્વ ન્યોછાવર કરવા ઈચ્છુ છું, તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા માટે બધું છોડવા ઈચ્છું છું. કોઈ પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી જાય, જ્યારે સત્તા હાથમાં આવશે તો આપણે નિર્ણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી તાળી વગાડતા જોવા મળ્યા હતાં. 

જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આલોક મિશ્રાને કાનપુર લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી. તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતાં. સપા અને કોંગ્રેસના સહયોગી સાથે મિશ્રા 4,22,087 મત સાથે બીજા નંબરે આવ્યા હતાં. ભાજપના રમેશ અવસ્થીને 443055 મત મળ્યા હતાં અને તેમણે 20,968 મત સાથે ચૂંટણી જીતી હતી.

संबंधित पोस्ट

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

તહેવારોની મોસમ બાદ પણ નવેમ્બર માસમાં ઓટો ઉદ્યોગમાં માંગ ઊંચી…!!

Gujarat Desk

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

Gujarat Desk

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

Gujarat Desk